Aapnu Gujarat
ગુજરાત

રાજપીપળા ખાતે ગાંધી જયંતિની ઉજવણી : સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેકટર આર.એસ.નિનામા સહિતના મહાનુભાવોએ અર્પેલી સુતરાંજલિ

સમગ્ર દેશમાં ઉજવાઇ રહેલી ગાંધી જયંતિના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેકટરશ્રી આર.એસ.નિનામા, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી ભાવેશભાઇ વસાવા, જિલ્લા અગ્રણીશ્રી ઘશ્યામભાઇ દેશાઇ વગેરેએ સુતરની આંટી પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિરની બહેનોએ ગાંધીજીની પ્રતિમાં પાસે રંગોળીઓ ધ્વારા સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. સંસદ સભ્યશ્રી વસાવા અને જિલ્લા કલેકટરશ્રી નિનામાએ રંગોળીનું નિદર્શન કરી બહેનોને અભિનંદન  પાઠવ્યાં હતાં. જયારે છોટુભાઇ ડીગ્રી કોલેજના બાળકોએ સ્વચ્છતા અભિયાન કર્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકા ખાતેના એક કાર્યક્રમમાં ૩૨ જેટલા લાંબા સમયથી સેવા આપતા સફાઇ કર્મચારીઓનું પુષ્પગૃચ્છ આપી સન્માનિત કરાયા હતાં.

આ પસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી.મોડીયા, રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ભાવેશભાઇ વસાવા, તાલુકા શિક્ષણાધિકારીશ્રી બંકિમભાઇ જોષી અને શ્રીમતી પ્રિમલબેન પાટણવાડીયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શ્રી હરનીશભાઇ સોની, નાયબ મામલતદારશ્રી સંજયભાઇ વસાવા, સ્ત્રી અધ્યાપન મંદિરના આચાર્યાશ્રી, નગરપાલિકાના અધિકારી-કર્મચારીશ્રીઓ, શાળાના બાળકો, શહેરીજનો વગેરે ઉપસ્થિત રહયાં હતાં.     

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અને ફરજીયાત મતદાનના શપથ ગ્રહણ કર્યા હતાં.    

Related posts

ગીર ગઢડા પોલીસ સ્ટેશનના લોક દરબાર નો કાર્યક્રમ યોજાયો .

aapnugujarat

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ડભોઇ ખાતે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે

editor

જીતુ વાઘાણી, હાર્દિક, અલ્પેશ ઠાકોરનો સમાવેશ ન કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1