Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુપ્રીમ-હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસોમાં ઉલ્લેખનીય ઘટાડો

સુપ્રીમ કોર્ટ અને ૨૪ હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસોની સંખ્યા છેલ્લા ત્રણ વર્ષમાં નોંધપાત્રરીતે ઘટી ગઈ છે પરંતુ નીચલી કોર્ટમાં કેસોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. કાયદા મંત્રાલય દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં વર્ષ ૨૦૧૪ના અંત સુધીમાં ૬૨૭૯૧ પેન્ડિંગ કેસો હતા. આ આંકડો ડિસેમ્બર ૨૦૧૫માં ઘટીને ૫૯૨૭૨ સુધી નીચે પહોંચી ગયો હતો પરંતુ ૨૦૧૬ના અંતમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા વધીને ફરીએકવાર ૬૨૫૩૭ સુધી પહોંચી ગઈ હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નવેસરના આંકડા મુજબ જુલાઈ ૨૦૧૭ સુધી પેન્ડિંગ કેસોની સંખ્યા ૫૮૪૩૮ હતી જેમાં સિવિલ કેસોની સંખ્યા ૪૮૭૭૨ અને ક્રિમિનલ કેસોની સંખ્યા ૯૬૬૬ હતી.
આવી જ રીતે દેશની ૨૪ હાઈકોર્ટમાં કેસોની સંખ્યા જે ૨૦૧૪ના અંતમાં હતી તે ૪૧.૫૨ લાખ હતી. ડિસેમ્બર ૨૦૧૫માં પેન્ડિંગ કેસોની સંખ્યા ૩૮.૭૦ લાખ થઇ હતી. ૨૦૧૬ના અંતે કેસોની સંખ્યા વધીને ૪૦.૧૫ લાખ થઇ હતી. ૨૦૧૪માં પેન્ડિંગ કેસો કરતા આ કેસોની સંખ્યા ઓછી છે.

Related posts

सहरसा तथा अम्बाला के बीच विशेष रेलगाड़ी का संचालन

aapnugujarat

ऐसा होगा भगवान राम का मंदिर

editor

લંડનના મેડમ તુસાદના મ્યુઝિયમ જેવું બનશે દિલ્હીમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1