Aapnu Gujarat
બ્લોગ

ભારતમાં ક્રિપ્ટોકરન્સી લાવવાનો વિચાર

બિટકોઈનની લોકપ્રિયતા પછી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવા પર વિચાર કરી રહી છે. એક તરફ મોદી સરકારે રાતોરાત ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને ચલણમાંથી રદ કરી, અને હવે ક્રિપ્ટોકરન્સી લાવવા પર વિચાર ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટ વધારવા માટે લોકોને અપીલ કરી છે, પણ ભારતનું કલ્ચર તેને સ્વીકારવા તૈયાર નથી. ભારતમાં શહેરો કરતાં ગામડા વધારે છે, જેથી ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ કે ઓનલાઈન પેમેન્ટ કરવું હજી સરળ થયું નથી. ઈન્ટરનેટના પ્રોબલેમ, બેંક ખાતા નહી, બેંક ખાતા હોય તો ડિબટ કે ક્રેડિટ કાર્ડ નહી. અથવા તો ગામડાના ખેડૂતો ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવા તૈયાર નથી, તે સ્વીકારે તો સામે વેપારી પાસે પુરતાં પીઓએસ મશીન નથી. આ સંજોગોમાં હવે કેશલેશ ઈકોનોમી કેવી રીતે થાય તે સૌથી મોટો સવાલ છે. તો બીજી તરફ બિટકોઈનની સફળતા જોઈને આરબીઆઈ ક્રિપ્ટોકરન્સી લાવી રહી છે. તે શું ભારતમાં સફળ થશેપ?
આરબીઆઈ પહેલા બિટકોઈન કરન્સી સામે ચેતવણી આપતી હતી. પણ ઘરેલુ બિટકોઈન એક્સચેન્જનું કહેવું છે કે દરરોજ તેના ૨૫૦૦ યુઝર્સ વધે છે, અને ડાઉનલોડ ૫ લાખ થઈ ગયા છે.૨૦૧૫માં લોન્ચ થયા પછી કંપનીનું કહેવું હતુ કે સતત વધતા જતાં ડાઉનલોડ પરથી જાણી શકાય કે લોકોનો બિટકોઈન પર વિશ્વાસ વધ્યો છે અને આ કરન્સી સૌથી લોકપ્રિય ઈમર્જિંગ એસેટ્‌સ ક્લાસ તરીકે ઉભરી રહી છે. હવે ભારતમાં બિટકોઈન લોન્ચ કરવા આરબીઆઈ વિચારે છે, અને તેનું ધનની દેવી ‘લક્ષ્મી’ નામ રાખવા માંગે છે.
તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે આરબીઆઈની ક્રિપ્ટોકરન્સી તેની યોજનાનો હિસ્સો હોઈ શકે છે. જે અનુસાર કે બ્લોકચેન તૈયાર કરવા પર વિચાર કરી રહી છે. ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડને લઈને રેકોર્ડ રાખનારી વ્યવસ્થાને બ્લોકચેન કહે છે. ફ્રોડ અને બેડ લોનનો સામનો કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અન્ય બેંક અને ટેકનિકલી કંપનીઓ સાથે મળીને તેના પર કામ કરી રહી છે. આ મામલામાં એસબીઆઈ આઈબીએમ, માઈક્રોસોફટ, સ્કાઈલાર્ક, કેપીએમજી અને ૧૦ કોમર્શિયલ બેંકોની સાથે કામ કરી રહી છે.આમ જોવા જઈ તો બિટકોઈન ભારતમાં ગેરકાયદે છે, જે માટે આરબીઆઈ સતત ચેતવણી આપી રહ્યું છે, અને આવકવેરા વિભાગની પણ બાજ નજર છે. બિટકોઈનમાં ચાર વર્ષ પહેલા રોકાણ કરનારાઓને ભારે વળતર મળ્યું છે એટલે કે ૧૦ ગણાથી પણ વધારે વળતર છુટયું છે. ચાર વર્ષ પહેલા કેટલાય લોકોએ રોકાણના હેતુથી બિટકોઈનની ખરીદી કરી હતી.ભારત પણ બિટકોઈન ટ્રેડિંગને રેગ્યુલેટ કરવા પર વિચાર કરે છે. જાપાને આ ડિજિટલ કરન્સીને કાયદાનું સ્વરૂપ આપ્યું છે, જે પછી તેમાં ખાસ્સી તેજી આવી છે. જાપાનના આ પગલાથી કેટલાય વેન્ડર્સ આ વર્ચ્યુઅલ કરન્સીને સ્વીકારવાનું ચાલુ કર્યું છે.ક્રિપ્ટોકરન્સીને ઈ-ચલણ કહી શકાય. તે નોટોની જેમ હોતી નથી, માત્ર કોપ્મ્યુટર પર જોવા મળે છે. તે આપના ખિસ્સામાં આવતી નથી. તેથી તેને ડિજિટલ અથવા તો વર્ચ્યુલ કરન્સી કહેવાય છે. તેની શરૂઆત ૨૦૦૯માં થઈ હતી. તેનો ઉપયોગ અને ચુકવણી માટે ક્રિપ્ટોગ્રફીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે થઈને તેને ક્રિપ્ટોકરન્સી કહેવાય છે. બિટકોઈનને વિશ્વની સૌથી પહેલી ક્રિપ્ટોકરન્સી કહેવાય છે. જેને જમા કરવા પર તેને માઈનિંગ કહેવાય છે. ક્રિપ્ટોકરન્સીને દુનિયાના કોઈપણ ખુણામાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. તેને કોઈપણ પ્રકારની કરન્સીમાં કન્વર્ટ કરી શકાય છે., જેમકે ડૉલરપ યૂરો અને રૂપિયાપ વિગેરે
બિટકોઈન એક ડીસેન્ટ્રલાઈઝ્‌ડ પેપરલેસ ક્રિપ્ટોકરન્સી છે. તેની શરૂઆત ૨૦૦૯માં થઈ હતી. દુનિયાના દેશોની કરન્સીની સામે ક્રિપ્ટોકરન્સીને બેંક અથવા એક કન્સોર્શમ જેવી કોઈ સેન્ટ્રલ ઓથોરિટી પ્રોડ્યુસ નથી કરતી. બિટકોઈન માઈનિંગ રિગ્સ કહેવાતી કમ્પ્યુટર પ્રોડ્યુસ કરે છે અને એ કમ્પ્યુટર આ વર્ચ્યુઅલ કરન્સીને હાંસલ કરવા માટે ગણિત જેવી જટિલ સમસ્યાઓને હલ કરે છે. એક લેજર તમામ ટ્રાન્ઝક્શનનો રેકોર્ડ રાખે છે. એક ક્રિપ્ટોકરન્સી માઈનિંગ રિગ દરેક સમયે કામ કરે છે. તેનું પર્ફોમન્સ હાઈ એન્ડ ગ્રાફિક કાર્ડ અને તેનો ઉપયોગ કૂલિંગ સિસ્ટમ પર નિર્ભર રહે છે. માઈનિંગ રિંગની સરેરાશ ૩ લાખ રૂપિયા હોય છે. ક્રિપ્ટોકરન્સી મેળવવા માટે મોટી કમ્પ્યુટિંગ તાકાત રાખનારી મશીનો ખુબ મોટા ઑલનાઈન વેન્ડર્સની સાથે લોકો રોકાણ કરે છે.૨૩ સપ્ટેમ્બરના રોજ બિટકોઈનની કીમત ૩૭૫૧ ડૉલર હતી, જે ભારતીય રૂપિયામાં રૂ.૨,૪૩,૦૦૦ ઉપર થવા જાય છે.બિટકોઈન પછી ઈથર વિશ્વની બીજા નંબરની લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી અને સૌથી વધુ જાણીતી ડિજિટલ કરન્સી છે. તેનો ઉપયોગ ઈથેરિયમ બ્લોકચેન પર સંચાલિત એપ્લિકેશનોના પેમેન્ટમાં થાય છે. ઈથરની કીમત પાછલા બે વર્ષમાં ૩૦,૨૫૮ ટકા વધીને ૧૨ જૂન ૨૦૧૭ના રોજ ૩૯૪.૬૬ ડૉલર( અંદાજે રૂપિયા ૨૫,૪૩૨)સુધી પહોંચી ગઈ હતી. જે ૧૨ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ ૧.૩ ડૉલર(૮૩ રૂપિયા) હતો. આ લેખ જ્યારે લખાઈ રહ્યો હતો, ત્યારે ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ ૨૮૯ ડૉલર પર ટ્રેડ કરતો હતો.૨૦૧૫માં લોન્ચ થયેલ ઈથેરિયમ એક ડીસેન્ટ્રલાઈઝ્‌ડ સોફટવેર પ્લેટફોર્મ છે. જે કોઈપણ થર્ડ પાર્ટી ઈન્ટરફેસ વગર સ્માર્ટકોન્ટ્રેક્ટ્‌સ અને ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશનને સક્ષમ બનાવે છે. આ એક પ્રોગ્રામિંગ લેગ્વેંજ છે, જે એક બ્લોકચેન પર રન કરે છે. આ ડેવલપરે ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન બનાવવામાં મદદ કરે છે.બિટકોઈન બ્લોકચેન ટેકનોલોજીની એક ખાસ એપ્લિકેશન ઓફર કરે છે. અને આ એક પીઅર ટુ પીઅર ઈલેક્ટ્રોનિક કેશ સીસ્ટમ છે, જે ઑનલાઈન બિટકોઈન પેમેન્ટ્‌સ કરાય છે. બિટકોઈન બ્લોકચેનનો ઉપયોગ ડિજિટલ કરન્સી બિટકોઈનની ઓનરશીપની તપાસ કરવામાં થાય છે. જ્યારે ઈથેરિયમ બ્લોકચેનનું ફોક્સ કોઈપણ ડીસેન્ટ્રલાઈઝ્‌ડ એપ્લિકેશન પર પ્રોગ્રામિમ કોડ રન કરવા પર થાય છે.
ઈથેરિયમ બ્લોકચેનમાં બિટકોઈનની જેમ માઈનિંગ નથી હોતી. પણ માઈનર્સ ઈથર કમાવા માટે કામ કરે છે. ઈથરની ટ્રેડિંગ થાય છે, એપ્લિકેશન ડેવલપર્સ તેનો ઉપયોગ ઈથેરિયમ નેટવર્ક પર ટ્રાન્ઝેક્શન ફી અને સર્વિસીઝના પેમેન્ટ માટે કરે છે. ઈથેરિયમ બ્લોકચેનની બનાવટ બિટકોઈથી ખુબ હળતીમળતી છે, જો કે બિટકોઈનથી ઈથેરિયમમાં એકાઉન્ટનો ઉપયોગ થાય છે. બેંક એકાઉન્ટ્‌સ ફંડની જેમ ઈથર ટોકન એક વૉલેટમાં જોવા મળે છે, અને તે બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે. ૨૩ સપ્ટેમ્બરના રોજ ઈથેરિમની કીમત ૨૭૭.૫૨ ડૉલર હતી.
હાલ તો ભારતમાં ક્રિપ્ટોકરન્સી ગેરકાયદે છે, પણ આવી કરન્સી ભારતમાં આવે તો કેટલી સફળ થાય તે પણ એક સવાલ છે.દેશભરમાં ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઈ ખૂબ જલદી બિટકોઇન જેવી વર્ચ્યુઅલ કરન્સીને શરૂ કરવા જઈ રહ્યું છે. આરબીઆઇએ ૨૦૧૫માં લોન્ચ થયેલી બિટકોઇન કરન્સીએ આકરી ચક્કર લીધી હતી. એકલા ભારતમાં રોજ ૨૫૦૦ લોકો આ એપ ડાઉનલોડ કરી રહ્યા છે. અને અત્યાર સુધીમાં ૫ લાખ કરતાં વધારે ડાઉનલોડ થઈ ચૂક્યા છે.આરબીઆઇના એક નિષ્ણાત સમૂહના જણાવ્યા પ્રમાણે જલદીથી આ રીતની વર્ચ્યુઅલ કરન્સીને દેશમાં શરૂ કરવામાં આવશે. જે ભારતીય રૂપિયાના ડિજિટલ ટ્રાન્જેક્શન માટે એક વિકલ્પ તરીકે પ્રયોગ કરવામાં આવી શકે.આરબીઆઇ દીવાળીના સમયે આ કરન્સી લોન્ચ કરી શકે છે તેના માટે સેન્ટ્રલ બેંક બ્લોકચેન કંપનીની મદદ મળશે જેણે આખા વિશ્વમાં ક્રિપ્ટોકરન્સી શરૂ કરવામાં મહારત પ્રાપ્ત કરી છે.ક્રિપ્ટોકરન્સીને ઝડપથી શરૂ કરવા માટે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્જિયાએ આઇબીએમ, માઇક્રોસોફ્ટ, સ્કાઇલાર્ક, કોપીએમજી અને ૧૦ અન્ય કોમર્શિયલ બેંક સાથે પાર્ટનરશિપ કરી છે. એસબીઆઇએ પોતાની આ પાર્ટનરશિપને બેંકચેનનું નામ આપ્યું છે.વસ્તુઓના વિનિમય અને સમાજવ્યવસ્થા મુજબ માનવીને વિનિમય માટે એક ચોક્કસ ચલણ કે નાણાના સ્વરૂપની જરૂરીયાતનો ખ્યાલ પાષણ યુગથી જ આવી ગયેલો . વિશ્વમાં વ્યાપાર માટે , વસ્તુઓની ખરીદ વેચાણ માટે , આપ – લે માટે દરેક દેશનું એક ચોક્કસ નાણું અમલમાં છે જેને આપણે કરન્સી કહીએ છીએ . માનવી જ્યારે પથ્થર યુગમાં જીવતો હતો ત્યારથી લઈને રાજા – મહારાજાઓના શાશનકાળમાંથી પસાર થતા થતા સભ્ય અને આધુનિક સમાજ સુધી પહોચેલા કાળા માથાના માનવી એ સમયે સમયે વિવિધ પ્રકારના ચલણો અથવા તો નાણાના સ્વરૂપોનો વિકાસ કરેલ છે . શરૂઆત પથ્થરને કરન્સી તરીકે સ્વીકારીને થયેલી પછી જેમ જેમ સમાજ અને સાથે સાથે માનવી વિકસિત અને બુદ્ધિમંત થતો ગયો તેમ તેમ એમાં પરિવર્તનો લાવતો ગયો . પથ્થરના ચલણથી શરુ કરેલી આ નકદ નારાયણની યાત્રા ચામડા , તાંબા , ચાંદી અને સોનાના ચલણો સ્વરૂપે વિકાસ પામ્યા . આ નાણાના બદલાવ નો આગલો પડાવ હતો કાગળની નોટો અને મેટલના સિક્કા જે હજુ પણ એટલા જ સર્વ વ્યાપિત અને અસરદાર કરન્સી તરીકે જગતમાં ચાલતા છે . ૨૦ મી સદીમાં આ કરન્સીના કકળાટમાં ક્રેડીટ કાર્ડ / ડેબિટ કાર્ડ અને પ્લાસ્ટિકમનીના સ્વરૂપે વધુ એક આધુનિક ઉમેરો થયો ૨૦૦૮ સુધી તો આ પેપર , મેટલ ને પ્લાસ્ટિક મની કે કરન્સી નો દબદબો યથાવત રહ્યો અને હજુ પણ છે જ પણ ૨૦૦૮માં આવી એક નવી અને કૈક અંશે વિચિત્ર કહી શકાય એવી કરન્સી અને એ હતી બીટકોઈન !!!!!!!
કોઈ નાના છોકરાને પણ પૂછો કે નાણું એટલે શું ? તો એ તરત જ ખિસ્સામાંથી ૫ કે ૧૦ ની નોટ કે એક કે ૨ રૂપિયાનો સિક્કો કાઢીને આપણને બતાવશે અને કહેશે કે આ છે નાણું યાની કી પૈસા . આપણી સમજ એવી છે કે નાણું એટલે જેને આપણે એક હાથમાંથી બીજા હાથમાં ફેરવી શકીએ.જેનું એક ચોક્કસ સ્વરૂપ હોય , ચોક્કસ દેખાવ હોય.આકાર હોય મતલબ કે જેનું એક ભૌતિક સ્વરૂપ હોય.પણ આજે દુનિયા ટેકનો લોજીકલી એટલી બધી આગળ નીકળી ગઈ છે કે નાણાના આપણા આ સજ્જડ ખ્યાલો ને એક જ જાટકે રદિયો આપવો પડે એવી એક કરન્સી બજારમાં આવી જે અદ્રશ્ય છે અર્થાત એને પકડી નથી શકાતી , એનો કોઈ આકાર નથી , રંગ નથી , દેખાવ નથી કે નથી એનું કોઈ ભૌતિક સ્વરૂપ ને છતાય એ વિનિમયનું કામ કરે છે . પ્લાસ્ટિક , મેટલ કે કાગળની કરન્સી દ્વારા કરાતા બધા જ કામો આ નવી અને આધુનિક કરન્સી કરી બતાવે છે .!! છે ને ૨૧મી સદીના ભેજાઓની કમાલ.અસલમાં બીટકોઈન એ બીજું કઈ નહિ પણ એક પ્રકારની ડીજીટલ કરન્સી છે.કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો એ એક સોફ્ટવેર છે . ૨૦૦૮ કે ૨૦૦૯માં સાતોશી નાકામોટા જેવું ઉપનામ ધરાવતા એક જાપાનીઝ ભેજાબાજે આની શરૂઆત કરેલી.શરૂઆતમાં બિટકોઈન ડોટ ઓઆરજી નામની વેબસાઈટમાં જઈને તેનો પ્રોગ્રામ ડાઉનલોડ કરવો પડે છે અને આ પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવાયેલી ડીજીટલ / સાંકેતિક પદ્ધતિને સંપૂર્ણ રીતે ઉકેલવાની હોય છે. તેને ઉકેલી શકે તેને અમુક બિટકોઈન પુરસ્કારરૃપે મળે છે.જે પ્રોગ્રામ ડાઉનલોડ કર્યો હોય તેના ડિજિટલ ખાતામાં તે જમા થઈ જાય છે ડાઉનલોડેડ પ્રોગ્રામમાં તેના ઉકેલનારનું એડ્રેસ અને પાસવર્ડ જનરેટ થાય છે. બિટકોઈન આ એડ્રેસમાં જમા થઈ જાય છે.આ આખી પ્રક્રિયાને માઈનિંગ તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે વેપાર શરુ.હવે તમે બિટકોઈન ના માલિક છો તમે એને કરન્સી તરીકે યુઝ કરીને ખરીદ વેચાણ કરી શકો છો.શેરબજારની જેમ બિટકોઈનની હેરાફેરી કરી શકાય છે.લઇ શકાય છે અને વહેચી શકાય છે.પણ ડીજીટલ કરન્સી હોવાને લીધે અને તેનું કોઈ સ્વરૂપ ના હોવાથી એ જે તે વ્યક્તિના ખાતામાં જ જમા થયેલી રહે છે અને એટલે જ બિટકોઈનને ક્રિપ્ટો કરન્સી પણ કહે છે કેમકે આ આખી પ્રક્રિયામાં ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ સેફ્ટીના સંદર્ભમાં થાય છે.આની મદદથી ખાતાધારીની માહિતી અને ખાતું સુરક્ષિત રખાય છે.બિટકોઈનના વ્યવહારમાં સ્પેશ્યલાઇઝડ કોમ્પ્યુટરોનો ઉપયોગ કરાય છે અને આ પેમેન્ટ કરી આપનાર ને ‘ માઈનર્સ ‘. સ્પેશિયલ કોમ્પ્યુટર્સમાં જ્યાં બિટકોઈન સ્ટોર કરવામાં આવે છે એને ‘ વોલેટ ; કહે છે મતલબ કે તમારું પાકીટ.આ પર્સમાં તમારું નાણું જમા થયેલું હોય છે. બિટકોઈનના વ્યવહારો જે ખાતાવહીમાં સચવાય છે એનું નામ છે ‘ બ્લોક્ચેઈન ‘ આનાથી કોણે કેટલા વ્યવહારો કર્યા એનો ખ્યાલ રહે છે.બહુ સરળતાથી સમજાવવું અને સમજવું મુશ્કેલ રહે એવી આ આધુનિક કરન્સી માટે એટલું કહી શકાય કે બીટકોઈન એ ર૧મી સદીની કમ્પ્યુટર દ્વારા સર્જાયેલી નવી ચલણ પદ્ધતિ છે જેને ઈલેક્ટ્રોનિક ફોર્મમાં કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, યુએસબી, પેનડ્રાઈવમાં કે પેપરના ફોર્મમાં રાખી શકાય છે.ધીરે ધીરે આ અદ્રશ્ય કરન્સીની લપેટમાં આખું વિશ્વ આવતું જાય છે.બીટકોઈનના સર્જકો એ ૨૦૪૦ સુધીમાં ૨.૧૦ કરોડ બીટકોઈનનું સર્જન કરવાનું નક્કી કર્યું છે મતલબ કે વધુમાં વધુ આટલા બીટકોઈન ૨૦૪૦ સુધીમાં વિશ્વના વિનિમય બાઝારમાં રમતા મુકવાની એમની ગણતરી છે અને અત્યાર સુધીમાં અંદાજે ૧ કરોડથી ઉપર બીટકોઈનનું સર્જન થઇ ચૂક્યું છે અને નવાઈની વાત એ છે કે એમાંથી સૌથી વધુ જથ્થો અમેરિકા અને ચીન પાસે છે . એમાંય ચીનને બીટકોઈનનું ઘેલું જબરદસ્ત છે.ચીનના બીટીસીઆઈના એક્ષચેન્જ મારફત લગભગ ૬૦૦ કરોડના સોદાઓ થાય છે મતલબ કે વિશ્વના ત્રીજા ભાગના બીટકોઈન ના સોદાઓ અહીંથી થાય છે અને હેરતની વાત એ છે કે હજુ તો ગયા વર્ષે જુનમાં શરુ થયેલું આ એક્ષચેન્જ અત્યારે વિશ્વનું સૌથી મોટું બીટકોઈન એક્ષચેન્જ છે.એ જ રીતે જાપાનનું એમ ટી ગોક્ષ પણ સૌથી મોટું એક્ષચેન્જ હતું , હતું એટલા માટે કે ગયા મહિને જ આ એક્શ્ચેંજે ૪૦૦ મિલિયન ડોલરના બીટકોઈન ખોવાઈ જવાની વાત કરી ને નાદારી નોંધાવેલી.ફરિયાદમાં કહેલું કે કોઈ હેકર્સે લગભગ નવેક લાખ બીટકોઈન ગાયબ કરી દીધેલા જેને લીધે એકાદ લાખ લોકોની રકમ ડૂબી ગઈ છે.યસ આ છે બીટકોઈન નો સૌથી મોટો ખતરો. મૂળે આ એક ડીજીટલ કરન્સી છે અને અમૂર્ત સ્વરૂપે અને કોમ્પ્યુટર્સની હાર્ડડ્રાઈવ જ એનું કાયમી નિવાસ સ્થાન છે એટલે સદૈવ આવા હેકર્સ દ્વારા ચોરાઈ જવાની બીક રહેવાની જ.બીટકોઈનના ભાવ પણ શેરના ભાવની જેમ ભારે ઉતાર ચઢાવનો શિકાર બનતા રહે છે.અત્યારે બીટકોઈન નો ભાવ સાંભળશો તો આખો ફાટી પડશે ,વિદેશોમાં તો હવે બીટકોઈનથી વિનિમયની સિસ્ટમ અમલમાં આવતી જાય છે.ઘણા ખરા મોલો અને સ્ટોરો માં તમને ‘ અમે બીટકોઈન સ્વીકારીએ છીએ ‘ એવા બોર્ડ જુલતા જોવા મળે અરે સ્થાવર જંગમ મિલકતોના સોદા પણ બીટકોઈનમાં થવાના શરુ થઇ ગયેલ છે.વર્જીન ગ્લેકટીક નામની કમ્પનીએ તો અવકાશયાત્રની રકમને પણ બીટકોઈનથી સ્વીકારવાની જાહેરાત કરી દીધી છે . કેનેડાના વાનકુવરમાં તો ૨૦૧૨માં બીટકોઈન નું એટીએમ પણ ખુલ્લું મુકાયું.તમને થશે કે કરન્સી જ અમૂર્ત છે તો એટીએમમાં થી શું નીકળશે ? પણ એવું નથી તમે તમારી હાર્ડ ડિસ્કને ત્યાં લઇ જઈને કરન્સીની લેવડ દેવડ કરી શકો છો.મતલબ કે બીટકોઈન હાલની પ્રવર્તમાન કરન્સીની જેમ જ કાર્ય કરે છે.બીટકોઈન એક વૈશ્વિક કરન્સી બની રહી છે ત્યારે બીજી તરફ ભારતમાં હજુ આ બીટકોઈન પા પા પગલી ભરી રહ્યું છે.

Related posts

શ્રીલંકામાં વિકસી રહ્યું છે રામાયણ ટૂરિઝમ

aapnugujarat

૧૩ અને ૧૪ ડિસેમ્બરે ઉલ્કાપાત

aapnugujarat

NICE LINE

aapnugujarat

Leave a Comment

UA-96247877-1