Aapnu Gujarat
બ્લોગ

૧૩ અને ૧૪ ડિસેમ્બરે ઉલ્કાપાત

સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ અને મેઘધનુષ તો છાસવારે આકાશમાં દેખાય છે, પરંતુ ૧૩ અને ૧૪ ઓગસ્ટે એવી ઘટના આકાશમાં જોવા મળશે કે વર્ષમાં એકાદ વાર જ આ અવસર જોવા મળે. આ બંને રાતે ઉલ્કાપાત જોવાનો રંગીન નજારો ચુકતા નહીં.બંને રાતે આકાશમાં ઢગલાબંધ ખરતાં તારા ધરતી તરફ દોટ મુકનાર છે. આ દોટ વખતે આકાશમાં તારામંડળ જેવા તણખલા જેવા દ્રશ્યોથી મન અને હદય પ્રફુલ્લિત થઈ જશે. વિશ્વના લગભગ દરેક ભાગમાં આ દ્રશ્ય જોઈ શકાશે. આ ઘટનાને જેમિનિઈસ કહેવામાં આવે છે. જ્યારે સામાન્ય શબ્દોમાં ઉલ્કાપાત કહેવાય છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ઉક્લાપાત એટલે કે મીટિયોરનો આ વરસાદ વાર્ષિક ઘટના છે અને દર વર્ષે ડિસેમ્બરમાં તે દ્રશ્યમાન થાય છે. આ વખતે ૧૩ અને ૧૪ ડિસેમ્બરે ઉલ્કાપાત ચરમસિમાએ હશે. વિશ્વના ઉત્તરના ભાગમાં આ ઘટના નરી આંખે જોઈ શકાશે.દર વર્ષે પથ્વી જ્યારે ૩૨૦૦ ફેથોન નામની ઘન અંતરિક્ષ પદાર્થ પાસેથી પસાર થાય છે ત્યારે તેની આસપાસનો કચરો વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ બળી જાય છે. અંતરિક્ષમાં આ કચરો જ્યારે એક સાથે સળગી ઉઠે છે ત્યારે પૃથ્વી પર આકાશમાં ચળકતા તારા જેવું દ્રશ્ય જોવા મળે છે. નાસાની વેબસાઈટ પર પણ આ દ્રશ્ય લાઈવ જોઈ શકાશે.

Related posts

મેળામાં જોયેલો ચહેરો ગમી ગયો નયનથી સીધો દિલમાં ઉતરી ગયો

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

आज भी शुद्ध पेयजल से वंचित हैं ७.५ करोड़ हिंदुस्तानी : रिपोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1