Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિજય માલ્યાએ ૬૦૦૦ કરોડ શેલ ઘણી કંપનીમાં ડાયવર્ટ કર્યા

વિવાદાસ્પદ કારોબારી વિજય માલ્યાએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં બેંકોના કન્સોર્ટિયમ દ્વારા મેળવવામાં આવેલી ૬૦૦૦ કરોડ રૂપિયાની લોનની રકમ શેલ કંપનીઓમાં ડાયવર્ટ કરી દીધી હતી. કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં આ અંગેની ચોંકાવનારી વિગત સપાટી ઉપર આવી છે. આની સાથે જ આગામી દિવસોમાં વિજય માલ્યાની તકલીફમાં વધારો થઇ શકે છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ટૂંક સમયમાં જ કારોબારી સામે નવા તારણના આધાર ઉપર નવેસરથી ચાર્જશીટ દાખલ કરવાના સંદર્ભમાં આગળ વધશે. વિજય માલ્યા હાલમાં બ્રિટનમાં છે. વર્ષ ૨૦૧૬થી વિજય માલ્યા ભારતથી ફરાર છે અને બ્રિટનમાં રહેલા છે. માર્ચ ૨૦૧૬માં વિજય માલ્યા ભારતમાંથી ગુપ્તરીતે ફરાર થઇ ગયા હતા. આ ફંડની રકમ અડધા ડઝનથી વધુ દેશોમાં શેલ કંપનીઓને માલ્યાએ ડાયવર્ટ કરી દીધી હતી. તપાસ સંસ્થાઓ દ્વારા આ અંગેનો ચોંકાવનારો ધડાકો કરવામાં આવી ચુક્યો છે. લોન ફ્રોડ માટે પ્રથમ ચાર્જશીટ આ વર્ષે શરૂઆતમાં બંને એજન્સીઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ૯૦૦ કરોડ રૂપિયાની આઈડીબીઆઈ બેંકની લોનના સંદર્ભમાં બંને સંસ્થાઓએ ફ્રોડનો કેસ દાખલ કર્યો હતો. ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ વિજય માલ્યાની તકલીફ હવે વધુ વધી શકે છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણના પ્રયાસ પણ ચાલી રહ્યા છે. એમ માનવામાં આવે છે કે, નવેસરથી ઘટનાક્રમના લીધે માલ્યાના પ્રત્યાર્પણની પ્રક્રિયા વધુ સરળ બનશે. વિજય માલ્યા સામે હાલમાં લંડનમાં વેસ્ટમિનિસ્ટરની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જો કે, તેઓ જામીન ઉપર રહેલા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ મામલામાં અમારી તપાસના સંદર્ભમાં બીજી માહિતી સપાટી ઉપર આવ્યા બાદ નવેસરથી કાર્યવાહી કરવામાં આવશે. આ મહિનામાં નવેસરથી ચાર્જશીટના કારણે માલ્યાના બ્રિટનમાંથી પ્રત્યાર્પણને ઝડપી બનાવવામાં મદદ મળી શકે છે. કિંગફિશર એરલાઇન્સને બેંકો દ્વારા આપવામાં આવેલી લોનની રકમને માલ્યા અને તેમના સાથીઓએ શેલ કંપનીઓને ડાયવર્ટ કરી દીધી હતી. આ ઘટનાક્રમ અંગે માહિતી ધરાવનાર વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, અમે લેટર રોગેટરી પહેલાથી જ મોકલી ચુક્યા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને આયર્લેન્ડ જેવા દેશોમાંથી જવાબની રાહ જોઇ રહ્યા છે. તપાસ સંસ્થાઓએ આ સંદર્ભમાં વધુ માહિતી પુરી પાડી નથી. વિજય માલ્યા છેલ્લા ઘણા સમયથી બ્રિટનમાં બેઠેલા છે. ફંડના ડાયવર્ઝનના મામલામાં પુછપરછ માટે ભારત પરત ફરવાની વારંવારની રજૂઆત છતાં માલ્યા ધ્યાન આપી રહ્યા નથી અને તેઓ ભારત પરત ફરવા તૈયાર દેખાઈ રહ્યા નથી. માલ્યાએ કોઇપણ ખોટુ કામ કર્યું હોવાનો વારંવાર ઇન્કાર કરી રહ્યા છે. કોર્પોરેટ ડેબ્ટ ડિફોલ્ટ માટે બલીના બકરા તરીકે તેમનો ઉપયોગ કરાશે તેવી દહેશતના કારણે વિજય માલ્યા ભારતમાં પરત ફરી રહ્યા નથી. વિજય માલ્યા ૬૦૨૭ કરોડ રૂપિયાની લોનને લઇને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ લોન ૨૦૦૫થી ૨૦૧૦ વચ્ચેના ગાળામાં લેવામાં આવી હતી. લોનની રકમ સાતે વ્યાજનો આંકડો વધીને હવે ૯૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. માલ્યાને આગામી દિવસોમાં ભારત લાવવા માટે તપાસ સંસ્થાઓ પોતાની પ્રક્રિયાને વધુ ઝડપી કરીને તેમની સામે સકંજો વધુ મજબૂત કરનાર છે.

Related posts

राहुल का पीएम मोदी पर तंज, कहा – देश को कर रहे हैं बर्बाद

editor

बेटे के करियर का जो हो सो हो, राष्ट्रहित सबसे ऊपर : यशवंत सिन्हा

aapnugujarat

देश में 16 करोड़ लोग शराब पीते हैं जबकि करीब 6 करोड़ लोगों को लगी लत : सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1