Aapnu Gujarat
બિઝનેસ

જીએસટી હેઠળ રાહત માટે એરલાઈન્સોની માંગણી

ઇન્ડિયન એરલાઈન્સ દ્વારા ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વ્યવસ્થા હેઠળ રાહતની માંગણી કરવામાં આવી છે. આ લોકોનું કહેવું છે કે, જીએસટી વ્યવસ્થાના પરિણામ સ્વરુપે ઇન્ડસ્ટ્રીમાં ખર્ચને લઇને તકલીફો પડી રહી છે. એરલાઈન્સો અનેક પ્રકારની તકલીફોનો સામનો કરી રહી છે. ઓછી રકમની આવક થઇ રહી છે જેના પરિણામ સ્વરુપે ઉંચા વિમાની ભાડા રાખવાની ફરજ પડી શકે છે. એરલાઈન્સો પહેલાથી જ જુદી જુદી સમસ્યાઓનો સામનો કરી રહી છે. ભારતની ત્રણ લિસ્ટેડ કેરિયર્સ ઇન્ડિગો, જેટ એરવેઝ અને સ્પાઇસ જેટ દ્વારા સંયુક્ત નફો માર્ચમાં પુરા થયેલા વર્ષ દરમિયાન ૨૪૭૯ કરોડ રૂપિયાનો રહ્યો હતો જ્યારે નોન લિસ્ટેડ કેરિયર્સમાં ગો એરે એકમાત્ર નફો કરનાર એરલાઈન્સ તરીકે રહેવામાં સફળતા હાંસલ કરી છે. એર ઇન્ડિયા, એર એશિયા જેવી એરલાઈન્સને મુશ્કેલી નડી રહી છે. પહેલી જુલાઈના દિવસે જીએસટી વ્યવસ્થા દેશભરમાં અમલી કરી દેવામાં આવી હતી. આ વ્યવસ્થામાં એર ક્રાફ્ટના એન્જિનોની ફેર આયાત ઉપર લાદવામાં આવેલા ટેક્સ અને સર્વિસ બાદ અન્ય ટેક્સના કારણે ઇન્ડસ્ટ્રેને ભારે નુકસાન થઇ રહ્યું છે. વર્ષે ૨૦૦૦ કરોડ રૂપિયાનું વધારાનું નુકસાન થઇ રહ્યું છે જે એરલાઈન્સો માટે જટિલ સ્થિતિ સર્જી રહી છે. ઘણી એરલાઈન્સોના એન્જિનો જુદા જુદી કરવેરાને લઇને મુશ્કેલી ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિમાં જીએસટીના પરિણામ સ્વરુપે ઓપરેશનલ ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. ઓપરેશન ખર્ચમાં વધારો થવાના કારણે એરલાઈન્સની હાલત કફોડી બનેલી છે. આવી સ્થિતિમાં નફો દેખાઈ રહ્યો નથી. જીએસટી હેઠળ નવા કરવેરા જંગી બોજ વધારી રહ્યા છે જેથી ઓપરેશનલ ખર્ચ વધી રહ્યો છે. હવે જીએસટી હેઠળ રાહતની માંગ કરવામાં આવી છે.

Related posts

સ્માર્ટફોન્સની ડિમાંડમાં ઘટાડો, એપલને થયું ૬૦ અરબ ડોલરનું નુકશાન

aapnugujarat

भारत बना दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था

aapnugujarat

સેંસેક્સ ૧૨૦ પોઇન્ટ ઘટ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1