Aapnu Gujarat
બિઝનેસ

સ્માર્ટફોન્સની ડિમાંડમાં ઘટાડો, એપલને થયું ૬૦ અરબ ડોલરનું નુકશાન

એપલની માર્કેટ વેલ્યુ ગત દિવસોમાં ૬૦ અરબ ડોલરથી પણ વધારે નીચું થયું હતું, કારણ કે એપલના સૌથી મોટા સપ્લાયર તાઈવાન સેમીકંડકટરએ કહ્યું કે બીજા ક્વાર્ટરમાં રાજસ્વ પ્રભાવિત થશે, કેમકે ‘મોબાઈલ ક્ષેત્રની માંગમાં અછત જોવા મળશે.એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપલના શેરોમાં ગુરુવાર અને શુક્રવારે ૭%નો ઘટાડો જોવા મળ્યો છે, કેમકે આ વર્ષે સ્માર્ટફોનનું વેચાણમાં ભારે અછત આવવાની ખબર સામે આવી છે.એપલ સિવાય બીજા અન્ય વૈશ્વિક ચિપ નિર્માતાઓનું માર્કેટ મૂલ્યમાં પણ ગિરાવટ આવી રહી છે, જેમાં એનાલોગ ડિવાઇઝ, ડાયલોગ સેમીકંડકટર, ક્વોલકોમ અને કોર્વોનો સમાવેશ થાય છે.વર્ષ ૨૦૦૯ પછી પ્રથમ વાર ચીનમાં ગત વર્ષે સ્માર્ટફોનના વેચાણમાં અછત જોવા મળી, જ્યારે વર્ષ ૨૦૧૭ના ચોથા ક્વાર્ટરમાં વર્ષ ૨૦૦૪ પછીથી વશ્વિક માર્કેટમાં સ્માર્ટફોનનું વેચાણ ઘટ્યું છે.વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં કહ્યું છે કે, કંપનીને એક વધુ ઝટકો લાગ્યો છે. કંપનીને ભવિષ્યમાં આઇફોન બનાવવા માટે એલજી ડિસ્પ્લેના ઓએલઈડી સ્ક્રીન્સને પ્રાપ્ત કરવાના નિર્માણ સંબંધી સમસ્યાઓના કારણે મુશ્કેલીઓ થઇ રહી છે.

Related posts

स्पाइस जेट ने कैंसलेशन चार्ज में बढ़ोतरी कर दी

aapnugujarat

૨૦૨૦ સુધી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વૃદ્ધિ આવશે : એસોચેમ

aapnugujarat

वैश्विक संकेतों, वृहद आर्थिक आंकड़ों से तय होगी शेयर बाजार की चाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1