Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિવાદાસ્પદ સંગઠન PFIના કાર્યક્રમમાં અંસારી ઉપસ્થિત રહેતાં નવો વિવાદ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીના કોઝીકોડમાં આયોજિત નેશનલ વુમન ફ્રન્ટના એક કાર્યક્રમમાં ભાગ લેવાને લઇને ભારે હોબાળો થઇ ગયો છે. નેશનલ વુમન ફ્રન્ટ વિવાદાસ્પદ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ)ના મહિલા એકમ તરીકે છે. પીએફઆઈ ઉપર ધર્માંતરણ અને કટ્ટરપંથી ગતિવિધિમાં સામેલ થવાના આક્ષેપો થતાં રહ્યા છે. એમ પણ કહેવામાં આવે છે કે આ સંગઠન અનેક સુરક્ષા સંસ્થાના રડાર ઉપર છે. આ સંગઠન પોતાને પછાત અને લઘુમતિઓના હક માટે લડનાર તરીકે ગણાવે છે.
પાટનગર દિલ્હીના ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓબ્જેક્ટીવ સ્ટડીઝ દ્વારા એન્ડ ડબલ્યુએફના સહકાર સાથે માનવ સમાજમાં મહિલાઓની ભૂમિકા વિષય ઉપર આયોજિત કાર્યક્રમમાં અન્સારી ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ કાર્યક્રમમાં સામેલ થવા બદલ અન્સારીની જોરદાર ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિને આમા સામેલ થવા બદલ માફી માંગવી જોઇએ. ભાજપ જિલ્લા અધ્યક્ષ પી. રઘુનાથે કહ્યું છે કે જે વ્યક્તિ દસ વર્ષ દેશના ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે તેમને આવા પીએફઆઈ કાર્યક્રમમાં ભાગ લેવા જોઇએ નહીં. અન્સારીની ગતિવિધિઓની તપાસ પણ થવી જોઇએ.

Related posts

आज से तीन दिन तक बैंक बंद : पैसो की किल्लत होगी

aapnugujarat

ઇચ્છામૃત્યુના અધિકારને શરતો સાથે સુપ્રીમની માન્યતા

aapnugujarat

બોંબર સહિત જૈશના ૨૧ ત્રાસવાદી ડિસેમ્બરમાં ઘુસ્યા : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1