Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રોહિગ્યા શરણાર્થીઓ પર મોબાઇલ ફોનનો પ્રતિબંધ લગાવતી બાંગ્લાદેશ સરકાર

બાંગ્લાદેશે રોહિગ્યા શરણાર્થીઓને મોબાઇલ ફોન કનેક્શન ન વેચવા ટેલિકોમ કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે. રોહિગ્યા શરણાર્થીઓ ઉપર મોબાઇલ ફોન પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નવેસરના નિયંત્રણો માટે સુરક્ષા કારણોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં ચાર મોબાઇલ ફોન કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, રોહિગ્યા શરણાર્થીઓને ફોન આપવાની સ્થિતિમાં જંગી દંડ કરવામાં આવશે. બાંગ્લાદેશમાં ૪૩૦૦૦૦ શરણાર્થીઓ પહોંચી ગયા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, થોડાક સમય સુધી રોહિગ્યા લોકો સિમ કાર્ડની પણ ખરીદી કરી શકશે નહીં. ટેલિકોમ મંત્રાલયમાં રહેલા એક અધિકારીનું કહેવું છે કે, મુસ્લિમ લઘુમતિઓ ઉપર દૂર સંચાર પ્રતિબંધ લાગૂ કરવાનો નિર્ણય સુરક્ષાના કારણોને ધ્યાનમાં લઇને લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશે પહેલાથી જ તેના પોતાના નાગરિકો જે એવા છે જે સત્તાવાર ઓળખ ધરાવતા નથી તેમને પણ સિમ કાર્ડ નહીં વેચવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશમાં ત્રાસવાદીઓ રોહિગ્યા શરણાર્થીઓની મદદ લઇ શકે છે તેવી દહેશત રહેલી છે. મોટી સંખ્યામાં રોહિગ્યા શરણાર્થીઓ મ્યાનમારથી બાંગ્લાદેશમાં પહોંચ્યા છે. નામ જાહેર નહીં કરવાની શરતે બાંગ્લાદેશ સરકારના મંત્રીઓએ કહ્યું છે કે, એક વખતે બાયોમેટ્રિક ઓળખ પત્રો જારી કરી દેવામાં આવ્યા બાદ પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવશે. નવા નિયંત્રણો સાનુકુળ સ્થિતિ સર્જવાના હેતુસર લાગૂ કરવામાં આવ્યા છે. હાલમાં ૫૧૦૦ ચેક પોઇન્ટ ખાતે ઘણા લોકોને રોકી દેવામાં આવ્યા છે. આ લોકોને તેમના સંબંધિત રાહત કેમ્પોમાં મોકલી દેવામાં આવ્યા છે. રોહિગ્યા શરણાર્થીઓનો મુદ્દો ભારતમાં પણ હાલ ચર્ચા હેઠળ છે અને આનો વિરોધ થઇ રહ્યો છે.

Related posts

બ્લૂ વ્હેલ ગેમની રિએન્ટ્રી

aapnugujarat

Pakistan made a big mistake by supporting US after 9/11 attacks : PM Khan

aapnugujarat

ईरान को ट्रंप की धमकी : किसी भी हमले का देंगे करारा जवाब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1