Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આધાર નોંધણી સેન્ટર પર ખાતાધારકોનો હવે ધસારો

યુનિક આઈડી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ) દ્વારા તમામ બેંકોને આધાર નોંધણી માટે સૂચના આપી દીધી છે. ૩૦મી સપ્ટેમ્બર સુધી સેન્ટરો ઉપર જાણ કરવા માટે કહેવામાં આવી ચુક્યું છે. આવી સ્થિતિમાં આધાર સેન્ટરો ઉપર જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે. ૩૦મી સપ્ટેમ્બરની તારીખ બિલકુલ નજીક આળી રહી છે. આવી સ્થિતિમાં બેંકોમાં પણ ધસારો જોવા મળી રહ્યો છે. બેંકો માટે જારી કરવામાં આવેલા પરિપત્રમાં યુનિક આઈડી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે, સમય મર્યાદા પહેલા બેંક દ્વારા દરેક એક સેન્ટર નહીં ખોલવા બદલ દર મહિને ૨૦૦૦૦ રૂપિયાનો દંડ લાગૂ કરવામાં આવશે. અગાઉ યુનિક આઈડી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ૩૦મી ઓગસ્ટ સુધી આધાર નોંધણી સેન્ટરો શરૂ કરવા માટે બેંકોને કહ્યું હતું. જો કે, બેંકો તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમને વધારે સમયની જરૂર છે. કારણ કે, બાયોમેટ્રિક સાધનોના સોર્સની પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે. હવે ઓથોરાઇઝ્‌ડ એજન્સીઓની શોધખોળ થઇ રહી છે. કેન્દ્ર સરકાર આધાર સર્વિસ સેન્ટરોને ઝડપથી વધારી રહી છે. કારણ કે, દરેક ખાતા ધારકને ૩૧મી ડિસેમ્બર સુધી આધાર નંબર જમા કરવાની જરૂર પડનાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા પણ ડિસેમ્બર સુધી પેન નંબર સાથે આધારને જોડવા માટેની છેલ્લી તારીખને લંબાવી દીધી છે. બેંકિંગ સેક્ટરના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, યુનિક આઈડી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આદેશને પાળવા માટે બેંકો સંપૂર્ણરીતે તૈયારીમાં છે. કેનેરા બેંકનું કહેવું છે કે, સમગ્ર ભારતમાં તેના દ્વારા ૧૦૪૦ આધાર સેન્ટરો ખોલવામાં આવી ચુક્યા છે. સેન્ટર ઉપર મોટી સંખ્યામાં લોકોનો ધસારો પણ જોવા મળી રહ્યો છે. આ ધસારો હજુ અકબંધ રહી શકે છે.

Related posts

सरकार ६७ हजार बाबूओं के रिकॉर्ड कर रही रिव्यू

aapnugujarat

जौहर विवि केस : आजम से एसआईटी ने किए १५० सवाल

aapnugujarat

કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે લાલુ યાદવ જશે સિંગાપુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1