Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રોબર્ટ વાઢેરાની ગેરકાયદે કમાણી કરવાનાં મામલામાં દોષિતો પર કાર્યવાહી કરવા ઢીંગરા રિપોર્ટમાં પુરાવા છે : હરિયાણા સરકારની હાઈકોર્ટમાં રજુઆત

હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારે કહ્યું છે કે, જસ્ટિસ ઢીંગરા કમિશનના રિપોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવેલા લોકોની સામે કાર્યવાહી કરવા માટે પુરતા પુરાવા રહેલા છે. ખટ્ટર સરકારે હાઈકોર્ટમાં આ મુજબની વાત કરી છે. હરિયાણા સરકારના કહેવા મુજબ તે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ભૂપેન્દ્રસિંહ હૂડાની એવી અરજીને ફગાવી દેવાની માંગ કરી ચુકી છે જેમાં જસ્ટિસ ઢીંગરા કમિશનની રચનાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. ૨૮મી એપ્રિલના દિવસે ઢીંગરા કમિશનની તપાસના સંદર્ભમાં અહેવાલ આવ્યા હતા. કમિશને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરાને ગેરકાયદેરીતે કમાણી કરવાના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આમા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હૂડા ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.
ખટ્ટર સરકાર આ સંબંધમાં હૂડા તરફથી રજૂ કરવામાં આવેલા વાંધાઓને રજૂ કરી ચુકી છે. ખટ્ટર સરકારનું કહેવું છે કે, ઢીંગરા કમિશનની રિપોર્ટને આ નિર્ણાયક તબક્કામાં વાસ્તવિકતાના આધાર પર ફગાવી શકાય નહીં. રાજ્ય સરકારનું કહેવું છે કે, ઢીંગરા કમિશનના રિપોર્ટમાં કોર્ટ તરફથી કોઇપણ દરમિયાનગીરીની જરૂર દેખાઈ રહી નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને સરકારે કહ્યું હતું કે, કમિશન સાથે જોડાયેલા મામલામાં ન્યાયિક સમીક્ષાની જરૂરીયાત બિલકુલ દેખાઈ રહી નથી. હરિયાણા સરકારે દોઢ વર્ષમાં કમિશનને કોર્ટની સામે પડકાર નહીં ફેંકવાને લઇને હુડા સામે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ખટ્ટર સરકાર તરફથી લેખિતમાં જણાવવામાં આવ્યું છે કે, આનાથી હૂડાના ઇરાદા જાણી શકાય છે. સરકારનું એમ પણ કહેવું છે કે, તેની પાસે ઢીંગરા કમિશનની રચના માટે પણ કારણો રહેલા છે. સરકારે સીએજીના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે.

Related posts

कर्नाटक : अयोग्य विधायकों की याचिका पर सुनवाई के लिए सुप्रीम कोर्ट तैयार

aapnugujarat

છેડતી કેસમાં વિકાસ બરાલાને પાંચ મહિના બાદ જામીન

aapnugujarat

દુનિયાના ટૉપ ૧૦ ધનકુબેરોમાં મુકેશ અંબાણીનો સમાવેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1