Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

દુનિયાના ટૉપ ૧૦ ધનકુબેરોમાં મુકેશ અંબાણીનો સમાવેશ

રિલાયન્સ ઈંન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ૫૪ અરબ ડૉલર નેટવર્થની સાથે દુનિયાના ૧૦ સૌથી મોટા ધનકુબેરોની યાદીમાં સમાવેશ પામ્યા છે. તો બીજી બાજુ તેમનો નાનો ભાઈ અનિલ ૬૫ ટકા નેટવર્થ ગુમાવી ચુક્યા છે અને આ વખતે તેમના પર જેલ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે.
હુરૂન ગ્લોબલ રીચ લિસ્ટ ૨૦૧૯માં સૌથી ઉપર સતત બીજા વર્ષે એમેઝોનના ચીફ જેફ બેજોસ રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં તેજીના કારણે અંબાણીને ૩.૮૩ લાખ કરોડનું નેટવર્થ સાથે ૧૦માં સ્થાને પહોંચાડી દીધા છે. અંબાણીની રિલાયન્સમાં ૫૨ ટકા ભાગીદારી છે.
એરિક્સનને ૫૪૦ કરોડ રૂપિયા નહી આપવાના કારણે અનિલ અંબાણીને ગયા અઠવાડિયે સુપ્રીમકોર્ટની અવગણના મામલે દોષીત જાહેર કરતા જેલ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. ૭ વર્ષ પહેલા તેમની પાસેં ૭ અરબ ડૉલરની સંપત્તિ હતી, જેમા તે ૫ અરબ ડૉલર ગુમાવી ચુક્યા છે હવે તેમની પાસે ૧.૯ અરબ ડૉલર વધ્યા છે. આપને જણાવી દઈએ કે બંને ભાઈઓને તેમના પિતા ધીરૂભાઈ અંબાણી તરફથી એક સરખી રકમ વારસામાં મળી હતી.
હુરૂનના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ૭ વર્ષમાં મુકેશ અંબાણી પોતાની સંપત્તિમાં ૩૦ અરબ ડૉલરનો વધારો કરી ચુક્યા છે, જ્યારે અનિલે ૫ અરબ ડૉલરનું નુકસાન કર્યુ છે.
હુરૂનના રિપોર્ટમાં બીજા સૌથી અમીર ભારતીય હિંદુજા ગ્રુપના ચેરમેન અસપી હિન્દુજા ૨૧ અરબ ડૉલરની સંપત્તિના માલીક છે. જ્યારે ત્રીજા નંબર પર વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી ૧૭ અરબ ડૉલરની સંપત્તિ ધરાવે છે. પૂનાવાલા ગ્રુપના ચેરમેન સાઈરસ એસ પૂનાવાલા ૧૩ અરબ ડૉલરની સંપત્તિ સાથે ભારતીયોમાં ૪ સ્થાન પર છે.
એટલું જ નહી તેમણે દુનિયાના સૌથી અમીર ૧૦૦ લોકોમાં પણ સ્થાન મેળવ્યુ છે.આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી નિવાસ મિત્તલ સૌથી અમીર ભારતીયોમાં પાંચમા સ્થાન પર છે. કોટક મહિન્દ્રાના ઉદય કોટક પાસે ૧૧ અરબ ડૉલરની સંપત્તિ છે જ્યારે ગૌતમ અદાણી પાસે ૯.૯ અરબ ડૉલરની સંપત્તિ છે.
સન ફાર્માના દિલીપ સંઘવી ૯.૫ અરબ ડૉલરની સંપત્તિના માલીક છે.આ યાદીમાં નવમાં સ્થાન પર સાઈરસ પલોનજી મિસ્ત્રી અને શાપૂરજી પલોનજી મિસ્ત્રી ૧૦માં સ્થાન પર છે. દેશના સૌથી મોટા ગ્રુપ ટાટાજૂથમાં ૧૮.૪ ટકાની ભાગીદારીના દમ પર તેઓ આ યાદીમાં સમાવેશ થયા છે. ગોદરેજ પરિવારની ત્રીજી પેઢીની ઉત્તરાધિકારી સ્મિતા કૃષ્ણા મહિલા અરબપતિઓની યાદીમાં પહેલા સ્થાન પર છે. બાયોકોનની કિરણ મજમૂદાર શૉ સાડા ત્રણ અરબ ડૉલરની સંપત્તિની સાથે સૌથી અમીર મહિલા છે.

Related posts

इंडिगो की दिल्ली-मुंबई विमान को मिली बम से उड़ाने की धमकी

aapnugujarat

પત્રકાર છત્રપતિ હત્યાકાંડ : ગુરમીત રામ રહીમની વધી શકે છે મુશ્કેલી

aapnugujarat

શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની સંભાવના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1