Aapnu Gujarat
મનોરંજન

‘હું તો દેખાડા માટે ચેરિટી કરૂ છું’ : સલમાન

બોલીવુડ એક્ટર સલમાન ખાન ઇન્ડસ્ટ્રીમાં પોતાની દરિયાદીલી માટે પણ જાણીતો છે. તે અવારનવાર ખુશ થઇને પોતાના નજીકના લોકોને ભેટ આપતો રહે છે. તેવામાં સલમાન ખાન ગરીબો માટે પણ મોટા પાયે ચેરીટી કરે છે. સલમાન ખાન ‘બીઇંગ હ્યુમન’ના નામે એક ફાઉન્ડેશન પણ ચલાવે છે જે ગરીબોની મદદ કરે છે.
સલમાન ખાન આ ફાઉન્ડેશનના કારણે ઘણીવાર ચર્ચામાં આવી ચુક્યો છે. તાજેતરમાં જ તેનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. સલમાન ખાનનો આ વીડિયો ઘણો ચોંકાવનારો છે. હકીકતમાં આ વીડિયોમાં તે કહી રહ્યો છે કે તે શા માટે ચેરિટી કરે છે. આ વીડિયોમાં સલમાન ખાન કહે છે કે, સારા કામ કરવા પાછળ ઘણાં કારણો હોય છે. પહેલું એ કે તમે ખરેખર કોઇનું ભલુ કરવા માંગો છો.
બીજુ કારણ એ છે કે તમે તમારી ભૂલ છુપાવા માંગો છો કે તમે કંઇ ખોટુ કામ કર્યુ હોય તો ચેરિટી કરીને રફા દફા કરી શકો. ત્રીજુ કારણ હોય છે ડર, કે જો તમે ચેરિટી નહી કરો તો યુનિવર્સ કોઇ બીજી રીતે તે તમારી પાસેથી પરત લઇ લેશે.
બીજુ એક કારણ એ છે દેખાડો કરવો અને ઇમેજ બદલવી. સલમાન આગળ કહે છે કે મને નથી ખબર કે હું આવું શા માટે કરી રહ્યો છું. ક્યારેક આ બધુ દેખાડો કરવા માટે કરૂ છું. ક્યારેક હું ખરેખર ચેરિટી કરવા માંગુ છું અને હું આ મારી ઇમેજ બદલવા માટે પણ કરૂ છું. તેવામાં સલમાનનો આ વીડિયો જોઇ લોકો દંગ રહી ગયાં છે જે તેને તેની દરિયાદીલી અને બીજાને મદદ કરવાના કારણે પસંદ કરે છે.
જણાવી દઇએ કે સલમાન ખાન હિટ એન્ડ રન કેસ તથા કાળિયાર કેસમાં જેલ પણ જઇ ચુક્યો છે. વર્ષ ૨૦૦૭માં સલમાને બીઇંગ હ્યુમનની શરૂઆત કરી હતી. જે બિઝનેસ ચેન છે અને પોતાના પ્રોફિટનો એક હિસ્સો ગરીબ લોકોને મદદ માટે આપે છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન આજકાલ ફિલ્મ ભારતના શુટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં સલમાન ઉપરાંત કેટરિના કૈફ, દિશા પટણી, સુનીલ ગ્રોવર, જેકી શ્રોફ, તબ્બુ મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ ઇદ પર રિલિઝ થશે.

Related posts

નવી બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મને લઇ ભારે સસ્પેન્સ

aapnugujarat

‘रेस 3’ को फ्लॉप कहना गलत है : रेमो

aapnugujarat

‘रात बाकी है’ दिलचस्प कहानी के साथ एक बेहतरीन फिल्म है : राहुल देव

editor

Leave a Comment

UA-96247877-1