Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જોબ સેક્ટરનું ચિત્ર મજબુત કરવા નરેન્દ્ર મોદીનો આદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં ત્રણ વર્ષ પૂર્ણ કરી ચુકી છે ત્યારે જોબ સેક્ટરને મજબુત કરવા મોદીએ આદેશ કર્યો છે. દેશમાં ઘટતી જતી નોકરીને લઇને ચિંતિત વડાપ્રધાન મોદી હવે જુદા જુદા મંત્રાલય સમક્ષ રોજગારીને લઇને વાત કરી રહ્યા છે. રોજગારીનુ ચિત્ર વધુ શાનદાર કરવાના પ્રયાસ કરવા કહેવામાં આવ્યુ છે. આ મુદ્દે વિપક્ષ સહિત સોશિયલ મિડિયા પર રહી રહેલી ટિકાને પણ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. હાલના તમામ રિપોર્ટમાં રોજગારીની ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લેબર બ્યુરોના નવેસરના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ગયા વર્ષે જોબ ગ્રોથ માત્ર એક ટકા રહ્યો છે. સુત્રોએ કહ્યુ છે કે છેલ્લા ૧૫ દિવસના ગાળામાં વડાપ્રધાન જોબ ગ્રોથના તમામ વિકલ્પ પર વિચારણા કરી રહી છે. જોબ ગ્રોથના તમામ વિકલ્પ પર રણનિતી બનાવવા માટે બે બેઠક કરવામાં આવી ચુકી છે. અત્રે નોંધનીય છે કે સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ વિપક્ષે પણ મુળરીતે જોબની કમીના આરોપ મુક્યા છે. જોબને લઇને સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. અપ્રેન્ટિસ કાયદાથી પાંચ લાખ જોબ આપવાની હિલચાલ ચાલી રહી છે. સરકારે નોકરીની નવી તકો ઉભી કરવા માટે અપ્રેન્ટિસ કાયદાને પ્રભાવી રીતે અમલી કરવા માટે તૈયારી કરી છે. એપ્રેન્ટિસ કાયદાને કેબિનેટે ગયા વર્ષે જ મંજરી આપી દીધી છે પરંતુ આની પ્રગતિથી સરકાર સંતુષ્ટ નથી. સરકારને આશા છે કે આ કાયદાના પ્રભાવી રીતે લાગુ કરવામાં આવ્યા બાદ લાખો સીટ વધી જશે અને યુવાનોને રોજગારીનો સીધો લાભ મળી જશે.દેશમાં યોગ્ય પ્રોફેશનલ પણ તૈયાર કરવામાં આવશે. દર મહિનામાં જોબના ડેટા એકત્રિત કરવાની પણ ગણતરી થઇ રહી છે. મોદી સરકારનું કહેવું છે કે નવા કાયદામાં કહેવામાં આવ્યું છે કે એપ્રેન્ટીસ માટે નિર્ધારીત કરાયેલી સીટો માટે કઠોર ધારા ધોરણો અમલી કરવામાં આવનાર છે. બેથી ૧૦ ટકા સુધી તેમાં વધારો કરવાની છૂટછાટ કંપનીને આપવામાં આવશે. ઈન્ડસ્ટ્રી ૫૦૦ નવા કોર્સની શરૂઆત કરી શકે છે. બિનએન્જિનીયરીંગ અને ડિપ્લોમાં ધારકને પણ તેમાં સામેલ કરવામાં આવશે. હાલમાં જ સમગ્ર દેશમાં બે લાખ ૮૨ હજાર એપ્રેન્ટીસ પ્રોગ્રામ હેઠળ ટ્રેનિંગ લઈ રહ્યા છે. જ્યારે કુલ ચાર લાખ નવ હજાર સીટ રહેલી છે.

 

Related posts

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૩૭૦ પોઇન્ટ ઉછળીને બંધ

aapnugujarat

કેન્દ્ર સરકાર દ્વારા અશાંત ક્ષેત્રમાં વોટ્‌સએપ કોલિંગ સેવા બ્લોક કરાશે

aapnugujarat

सुशील मोदी का मानहानि केस : 6 जुलाई को पटना जाएंगे राहुल गांधी, कोर्ट में होंगे पेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1