Aapnu Gujarat
ગુજરાત

ભૂતપૂર્વ સભ્યને ડિપ્લોમેટ સાઇઝના આઈકાર્ડ મળશે : રમણલાલ વોરા

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું છે કે, માજી ધારાસભ્ય તરીકે શંકરલાલ ગુરુની સામાજિક અને શૈક્ષણિક રીતે કરેલી સેવાઓ સદાયે અવિસ્મરણીય રહેશે. તેઓની સમાજ ઉત્થાન, ખેડુતો માટે તથા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે કરેલી કામગીરી અન્યો માટે પ્રેરણારૂપ છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાત એક્સ એમએલએ કાઉન્સીલ દ્વારા સંસ્થાના દિવંતન ચેરમેન શંકરલાલ ગુરુને શ્રદ્ધાંજલિ આપતા વોરાએ કહ્યું કે, સંસદીય પ્રણાલીઓ અને વિધાનસભાની વિવિધ કામગીરી અંગે ધારાસભ્યોને માર્ગદર્શન પ્રાપ્ત થાય તે માટે સ્વ. શંકરલાલ ગુરૂના માનમાં ગુજરાત વિધાનસભા ખાતે વ્યાખ્યાનમાળા યોજાશે. જેમાં નિષ્ણાંત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરુ પાડશે. સાથે સાથે માજી ધારાસભ્યોને જાહેર જીવનમાં કોઈ તકલીફ ન પડે અને તેમની આગવી ઓળક ઉભી થાય તે માટે ડિપ્લોમેટ પાસપોર્ટ સાઈઝના ઓળખકાર્ડ પણ આપવામાં આવશે. તેમણે શંકરલાલ ગુરુ સાથેના સંસ્મરણોને તાજા કરતા કહ્યું હતું કે, ધારાસભ્યોના કલ્યાણ માટે તેમણે અનેક રજુઆતો તેમણે કરી હતી તે સંદર્ભે આઈએએસ ઓફિસરને આરોગ્ય સવલત માટે જે હોસ્પિટલના લાભો મળે છે તે જ લાખો માજી ધારાસભ્યોને પણ આપી દેવાયા છે.

Related posts

હલ્દીઘાટી થી સમગ્ર ભારત માં ભ્રમણ કરી રહેલી ૩૧ વર્ષિય ગૌ પર્યાવરણ ચેતના પદયાત્રા નું સાવરકુંડલા ખાતે આગમન

aapnugujarat

ગુજરાતના રાજકારણમાં ઔવેસીની એન્ટ્રી થશે

editor

आईएएस-आईपीएस परीक्षा के तालीम वर्ग शुरु किए जाएगे : वसावा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1