Aapnu Gujarat
રાષ્ટ્રીય

અલકાયદાનો આતંકવાદી દિલ્હીમાં ઝડપાયો

દેશના પાટનગરમાં આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન અલકાયદાના એક શંકાસ્પદ ત્રાસવાદીની ધરપકડ કરી લેવામાં આવી છે. ટેરર મોડ્યુલના સફાયા માટે લાગેલી દિલ્હી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને આ સફળતા હાથ લાગ્યા બાદ ઝડપાયેલા ત્રાસવાદીની આકરી પુછપરછ ચાલી રહી છે. ઝડપાયેલા ત્રાસવાદીનું નામ શોમોન હક હોવાનું જાણવા મળ્યું છે. હકને સેન્ટ્રલ દિલ્હીના વિકાસમાર્ગથી પકડી પાડવામાં આવ્યો છે.
છેલ્લા બે વર્ષમાં અલકાયદા ત્રાસવાદી સંગઠન તરીકે સક્રિય આ સંગઠનના ચાવીરુપ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલના અધિકારીઓએ વિગત આપતા કહ્યું છે કે, રવિવારે સાંજે તેને પકડી પાડવામાં આવ્યો હતો. શોમોન હક બિહારના કિસનગંજની પાસે આવેલા વિસ્તારનો નિવાસી છે. તેની આઈડીને લઇને તપાસ ચાલી રહી છે.
હક છેલ્લા ચાર વર્ષથી અલકાયદા માટે કામ કરી રહ્યો હતો. અલકાયદાએ છેલ્લા થોડાક સમયથી ભારત પર હુમલા કરવાની વારંવાર ધમકી આપી છે. હાલમાં દિલ્હી પોલીસ દ્વારા તેની પુછપરછ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વધુ સફળતા હાથ લાગી શકે છે. ધરપકડ કરવામાં આવેલા શખ્સના અન્ય સાગરિતોની શોધખોળ પણ ચાલી રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ શેલના અધિકારીઓનું કહેવું છે કે ટૂંકમાં જ તેમને પણ પકડી લેવામાં આવશે. ઝડપાયેલા અલકાયદાના શખ્સ પાસેથી કોઇ ખતરનાક સામગ્રી અથવા તો દસ્તાવેજો મળ્યા નથી.

Related posts

૫ જી સ્પેક્ટ્રમમાંથી ચીની કંપનીઓની બાદબાકી થશે

editor

૭ રાજ્યોમાં ૩૦% થયો પોઝિટિવિટી રેટ

editor

સાંસદોના પગારમાં વધારો કરાશે : ટૂંકમાં નવી પોલિસી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1