Aapnu Gujarat
રાષ્ટ્રીય

૫ જી સ્પેક્ટ્રમમાંથી ચીની કંપનીઓની બાદબાકી થશે

ચાઈનીઝ એપ પર મુકાયેલા પ્રતિબંધ બાદ આર્થિક મોરચે ચીનને બીજા ઝાટકા આપવા માટે પણ ભારત તૈયારી કરી રહ્યુ છે.જાણકારોનુ માનવુ છે કે, આગામી દિવસોમાં આ નિર્ણયોની જાહેરાત સરકાર કરી શકે છે.જેમ કે ભારતમાં ફાઈવ જી નેટવર્ક માટે ચીનની કંપનીઓના સાધનો વાપરવા પર બેન મુકાય તેવી શક્યતાઓ છે.સાથે સાથે ફાઈવ જી સ્પેક્ટ્રમની હરાજીમાંથી ચાઈનીઝ કંપનીઓની બાદબાકી થઈ શકે છે.અમેરિકાએ ચીનની કંપની હુવેઈ પર પ્રતિબંધ મુકેલો છે.ભારત પણ સ્પેક્ટ્રમ હરાજીમાંથી તેને બાકાત કરી શકે છે.અમેરિકા તો પહેલેથી જ ભારત આ કંપનીને પ્રતિબંધિત કરે તેવા પ્રયત્નો કરી રહ્યુ છે.કારણેક હુવેઈ કંપનીના સ્થાપકની ચીનની સેના સાથે સાંઠગાંઠ હોવાની શંકાઓ પહેલેથી જ વ્યક્ત થઈ રહી છે.આ સીવાય ૧૦ થી ૧૨ પ્રોડક્ટની ઈમ્પોર્ટને ઓછી કરવા માટે સરકાર વીચારી રહી છે..જેમાં એસી અને ટીવી જેવા ઉત્પાદનો પણ સામેલ થઈ શકે છે.સરકાર તેની આયાત ઓછી કરવા માંગે છે.જેથી ઘર આંગણે તેના ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય.આ સિવાય લિસ્ટમાં સ્ટીલ, ફૂટવેર, એલ્યુમિનિયમ વગેરેનો સમાવેશ થાય છે.સરકારે એવા પ્રોડક્ટસનુ પણ લિસ્ટ બનાવ્યુ છે જેના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે.આ લિસ્ટમાં લિથિયમ આયન બેટરીઝ, એન્ટી બાયોટિક્સ, પેટ્રો કેમિકલ, ઓટો પાર્ટસ, રમત ગમતના સાધનો, રમકડા, ટીવી સેટ્‌સ, સોલર ઈક્વિપમેન્ટસનો સમાવેશ થાય છે.

Related posts

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં લઠ્ઠાકાંડ : મૃતાંક ૧૦૦ થયો

aapnugujarat

દાઉદને પાકિસ્તાનમાં સુરક્ષા મળી રહી છે : ફારુક ટકલા

aapnugujarat

મત ગણતરીને લઇ ચૂંટણી પંચની તૈયારી પૂર્ણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1