Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

અમેરિકાએ ઉ. કોરિયા પરથી ફાઈટર જેટ – બોંબર ઉડાવ્યાં

ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે વિવાદ વધુને વધુ ઘેરો બની ગયો છે. વધતી જતી કટોકટી વચ્ચે અમેરિકાએ પણ આજે યુદ્ધ વિમાન ઉડાવીને ઉત્તર કોરિયાને પોતાની તાકાત દર્શાવી હતી. ઉત્તર કોરિયા તરફથી તાજેતરમાં ન્યુક્લિયર અને મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યા બાદ અમેરિકામાં ચાર ફાઇટર જેટ અને બે વર્ધક વિમાનોને કોરિયન દ્વીપ ઉપર ઉડાવીને પોતાની તાકાત દર્શાવી હતી. દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીએ માહિતી આપતા કહ્યું હતુંકે, અમેરિકા દ્વારા યુદ્ધ વિમાનો ઉત્તરકોરિયા ઉપરથી ઉડાવવામાં આવ્યા છે. ફાઇટર જેટ અને બોંબરો કોરિયન દ્વીપ ઉપરથી પસાર થયા છે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચારએફ-૩૫બી ફાઇટર જેટ અને બે બી-૧બી બોંબવર્ષક વિમાનોને દ્વીપ ઉપરથી ઉડાવવામાં આવ્યા હતા. અમેરિકાએ પોતાની તાકાત અને કુશળતા બંને દર્શાવી દીધી છે. દક્ષિણ કોરિયાની સાથે મળીને અમેરિકાએ તાકાતનું પ્રદર્શન કર્યું છે. ઉત્તર કોરિયાની પરમાણુ અને મિસાઇલ હુમલાની ધમકી વચ્ચે આ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઉત્તર કોરિયા તરફથી ત્રીજી સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવેલા છઠ્ઠા અને સૌથી શક્તિશાળી ન્યુક્લિયર ટેસ્ટ અને જાપાન ઉપરથી મિસાઇલો છોડવામાં આવ્યા બાદ વધતી જતી તંગદિલી વચ્ચે અમેરિકાએ પ્રથમ વખત ફાઇટર જેટ વિમાનો ઉડાવ્યા હતા. દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે માહિતી આપતા કહ્યું છે કે, અમેરિકી ફાઇટર જેટે ચાર દક્ષિણ કોરિયન એફ-૧૫ ફાઇટર જેટની સાથે ઉંડાણ ભરી હતી. અલબત્ત અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત તાલીમ કાર્યક્રમના હિસ્સા તરીકે આ વિમાનોએ ઉંડાણ ભરી હતી. દક્ષિણ કોરિયાએ એમ પણ કહ્યું છ ેકે, આ કવાયત યથાવતરીતે જારી રહેશે. આ અગાઉ ૩૧મી ઓગસ્ટના દિવસે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ આસપાસમાં પોતાની તાકાત દર્શાવી હતી. અમેરિકા સતત ઉત્તર કોરિયા ઉપર દબાણ વધારી રહ્યું છે. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજડદૂત નિક્કી હેલીએ કહ્યું હતું કે, જો ઉત્તર કોરિયા દ્વારા પરમાણુ પરીક્ષણ ઉપર અંકુશ મુકવામાં આવશે નહીં તો તે બરબાદ થઇ જશે. આ સપ્તાહમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ ઉત્તર કોરિયા ઉપર વધુ કઠોર નિયંત્રણો લાગૂ કરવાની તૈયારી કરી લીધી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંબોધન પણ કરનાર છે. આ ઉપરાંત તેઓ દક્ષિણ કોરિયા અને જાપાનના નેતાઓ સાથે પણ વાતચીત કરનાર છે. હાલમાં ઉત્તર કોરિયાના શાસક કિમજોંગે તેમના શાસનવાળા ઉત્તર કોરિયા તરફથી હાઈડ્રોજન બોંબનું પરીક્ષણ કરવામાં આવ્યા બાદથી તંગદિલી ચરમસીમા પર છે અને યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં અમેરિકા અને દક્ષિણ કોરિયા દ્વારા સંયુક્તરીતે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યા બાદ હવે ઉત્તર કોરિયા કેવો પ્રતિસાદ આપે છે તેને લઇને વૈશ્વિક સમુદાયમાં ચિંતાનું મોજુ છે. જો કે, વૈશ્વિક સમુદાય ઉત્તર કોરિયાને લઇને આક્રમક વલણ અપનાવી શકે છે. અમેરિકા ઉ. કોરિયાને લઇ આક્રમક છે.

Related posts

દેશ નફરતથી નહિ ચાલે : કપિલ સિબ્બલ

aapnugujarat

વારાણસીમાં મોદીને સપાનાં મહિલા ઉમેદવાર શાલિની યાદવ ટક્કર આપશે

aapnugujarat

જાપાન : ૬-૧ની તીવ્રતા સાથે પ્રચંડ ભૂકંપ, ૩નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1