Aapnu Gujarat
મનોરંજન

આર.કે.સ્ટુડિયોમાં લાગેલી આગથી તમામ યાદો બળીને ખાખ

આર.કે. સ્ટુડિયોમાં આગની ઘટનાના કારણે કપૂર પરિવાર આઘાતમાં ગરકાવ છે. ખાસ કરીને ઋષિ કપુર ખુબ જ દુખી થયેલા છે અને આઘાતમાં પણ છે. તેને હજુ સુધી વિશ્વાસ થઇ રહ્યો નથી કે, ચેમ્બુરમાં શોમેન રાજકપૂર દ્વારા બનાવવામાં આવેલા આરકે સ્ટુડિયોમાં આગના કારણે અભૂતપૂર્વ નુકસાન થઇ ચુક્યું છે. ઋષિ કપૂરે કહ્યું છે કે, આગની ઘટના બાદ તે હજુ પણ ખુબ જ આઘાતમાં છે. તે કલાકો સુધી સ્ટુડિયોને જોતો રહ્યો હતો અને પરેશાન અને નિસહાય અનુભવ કરી રહ્યો હતો. પોતાના ઘરે વાતચીત કરતા રિશી કપૂરે કહ્યું છે કે, આગના કારણોમાં તપાસ ચાલી રહી છે પરંતુ હજુ પણ એક ખરાબ સપનાની જેમ લાગે છે. શનિવારે મોડી રાત્રે ૨.૨૦ વાગ્યાની આસપાસ આગ ફાટી નિકળી હતી. પહેલા શુક્રવારના દિવસે આરકે સ્ટુડિયોમાં એક રિયાલીટી શો સુપર ડાન્સનું શૂટિંગ કરવામાં આવ્યું હતું કે, સેટના લાઇટ અને મેકઅપ રૂમને બંધ કરી દેવામાં આવ્યા હતા. ઋષિ કપૂરે આરકે સ્ટુડિયો સાથે જોડાયેલી પોતાની યાદ તાજી કરી હતી. રિસીએ કહ્યું હતું કે, અનેક યાદગાર ફિલ્મોનું શૂટિંગ આ સ્ટુડિયોમાં કરાયું હતું જેમાં શ્રી ૪૨૦, જિસ દેશ મેં ગંગા બહતી, મેરા નામ જોકર, સત્યમ શિવમ સુંદરમ, રામ તેરી ગંગા મેલી, ધરમ કરમ અને પ્રેમરોગથી લઇને પોતાના દ્વારા બનાવવામાં આવેલી આ અબ લૌટ ચલેનો સમાવેશ થાય છે. રિશીએ કહ્યું હતું કે, આરકે સ્ટુડિયોમાં પોતે તેમની યાત્રા રણધીર અને રીતુની સાથે તેઓ કરી ચુક્યા છે. શ્રી૪૨૦ના ત્યાર હુઆ ઇકરાર હુઆ ગીતના શૂટિંગ સાથે તેની કેરિયર શરૂ થઇ હતી તે વખતે તે બે વર્ષનો હતો. કારણ કે તેમને ભારે વરસાદમાં ચાલવા માટેનો એક સિન કરવાનો હતો. ઋષિ કપૂરનું કહેવું છે કે, તેમની માત્રા કૃષ્ણા કપૂર માટે મોટા આઘાત તરીકે આ આગની ઘટના છે. તેમની માતા આના કારણે દુખી પણ છે. તેમની તબિયત પહેલાથી જ ખરાબ છે. અમે સ્ટુડિયોમાંતેમને લાવી રહ્યા નથી. રિશી કપૂરને જ્યારે નુકસાન અંગે પુછવામાં આવ્યું ત્યારે રિશીએ કહ્યું હતું કે, તમામ યાદો ખતમ થઇ ગઇ છે. મેરા નામ જોકરમાં રાજ કપૂરે જે ફેમસ જોકર માસ્ક પહેર્યું હતું તે પણ બળી ગયું હતું. આર કે ફિલ્મની તમામ ફિલ્મોના કોસ્યુમ પણ હતા. આરકે બેનરની ફિલ્મોમાં નરગીસથી લઇને એશ્વર્યા રાય સુધી જે અભિનેત્રીઓએ કોસ્યુમ પહેર્યા હતા તે તમામ નષ્ટ થઇ ગયા છે. જીસ દેશ મેં ગંગા બહેતી હૈમાં પદ્મનિ દ્વારા પહેરવામાં આવેલી જ્વેલરી પણ મુકવામાં આવી હતી. આગની ઘટના આરકે સ્ટુડિયોમાં અગાઉ પણ બની ચુકી છે. આરકે સ્ટુડિયોની સાથે અનેક મોટી ઘટનાઓ બની ચુકી છે. ૧૯૭૦માં જ્યારે મેરા નામ જોકર ફિલ્મ ફ્લોપ થઇ હતી ત્યારે રાજ કપૂરને આ સ્ટુડિયોને ગિરવે મુકવાની ફરજ પડી હતી. પોતાના જીવનના અંતિમ દોરમાં રાજકપૂરને સ્ટુડિયોના બે સ્ટેજને વેચવાની ફરજ પડી હતી. અલબત્ત રાજ કપૂર બાદ તેમના બાળકોએ આને સાચવવામાં સફળતા મેળવી હતી. રિશીનું કહેવું છ ેકે, પિતાના વારસાને જાળવવામાં અમે સફળ રહ્યા હતા. તેમના પિતાએ પરિવાર માટે એ વખત સુધી ઘરની ખરીદી કરી ન હતી. જ્યાં સુધી બોબીને સફળતા મળી ન હતી. રાજ કપૂરે પોતાની તમામ કમાણી સ્ટુડિયોમાં લગાવી દીધી હતી. કારણ કે, સિનેમા તેમના ધર્મ તરીકે ગણતા હતા. ૧૯૫૧માં રાજ કપૂરે પ્રથમ સ્ટેજ ઉપર માત્ર ચાર દિવાલો બનાવી હતી. તેમના ઉપર છત પણ ન હતી. કારણ કે, તેઓ કુદરતી રોશનીમાં શૂટિંગ કરવા ઇચ્છુક હતા.

Related posts

થકવી દેનાર ફિલ્મો કરવાની ઇચ્છા નથી : તબ્બુ

aapnugujarat

૯મી ઓક્ટોબરથી સોની સબ વીકમાં છદિવસ આપશે મનોરંજન

editor

હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મને લઇને ચાહકો ભારે ઉત્સુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1