Aapnu Gujarat
Uncategorized

સેવા કેમ્પોમાં સ્વાઇન ફ્લૂ -પર્યાવરણ, સ્વચ્છતા અને ટ્રાફિક માટે સુરક્ષા-સજ્જતા કેળવવા ભુજ જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો અનુરોધ

નિમિત્તે માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ તરફથી સેવા કેમ્પોના થતાં આયોજન સંદર્ભે આજે ભુજ ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત અધિકારીઓ અને કેમ્પ સંચાલકોની એક બેઠકનું આયોજન કરાયું હતું.

બેઠકને સંબોધતાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને વહીવટીતંત્રના વિવિધ વિભાગોને યાત્રીકોની સુરક્ષા-સલામતિ-ટ્રાફિક-આરોગ્ય અને પીવાનું પાણી, સ્વચ્છતા, રસ્તાની ઝાંડી દૂર અને એસ.ટી. બસોની સુચારૂ  વ્યવસ્થા ગોઠવવા નિર્દેશો સાથે સેવા કેમ્પ સંચાલકોને સ્વાઇન ફ્લૂ, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી સાથે ટ્રાફિક અને નાગરિકોની સલામતિ સહિતની બાબતોને ધ્યાનમાં રાખી સેવા કેમ્પોને સજ્જતા કેળવી તંત્રને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને સ્વચ્છ ભારત અભિયાનની યાદ અપાવી સ્વચ્છતા સાથે આરોગ્યની જાળવણી ઉપર ખાસ ભાર મૂકયો હતો. તેમણે સ્વાઇનફ્લૂ સામે લોકજાગૃતિ લાવવાના અભિયાન અનુસાર જરૂરી વ્યવસ્થા ગોઠવવા સાથે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સારવારની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું.

જિલ્લા કલેકટરે પ્રાંત અધિકારીઓને તેમના વિસ્તારમાંથી પદયાત્રીઓ પસાર થાય તેનું ધ્યાન રાખવા પ્રાંત કક્ષાએ બેઠક કરવા સાથે પંચાયતોને તેમના વિસ્તારમાં જરૂરી કામગીરી હાથ ધરવા નિર્દેશો આપ્યા હતા.

બેઠકમાં દેવરાજભાઈ ગઢવીએ સાફ-સફાઇની તાતી જરૂરિયાત, ઝાંડી કટીંગ સહિતના સૂચનો કર્યાં હતા. પ્રવીણસિંહ  વાઢેરે દર્શને આવતાં લાખો પદયાત્રીઓ માટે પીવાના પાણીની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા તો ડીવાયએસ.પીશ્રી જેસ્વાલ સેવાકેમ્પો દ્વારા હેલોઝન લાઇટો વાહનના ડ્રાયવરોને તકલીફ ન પડે તે રીતે ગોઠવવા, વિરાણી કેમ્પ સંચાલક શ્રી ભટ્ટે મેડીકલ વેસ્ટની જરુરી નિકાલ-વ્યવસ્થા રાખવા અને  સિવિલ સર્જન ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાયે સ્વાઇનફ્લૂ સંદર્ભે  ૧૦૦ કી.મી. ચાલ્યા પછી વીકનેશ લાગે તો જરૂરી આરોગ્યની સારવાર લેવા અને સીડીએચઓ ડો. પંકજ પાંડેએ મેડીકલ કેમ્પ સહિત સારવાર સુવિધાની વિગતો આપી જરુર પડે તેમનો સંપર્ક સાધવા જણાવ્યું હતું.

આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પદયાત્રીની લાંકડી, બેગો ઉપર રીફલેકટીવ સ્ટીકર લગાડવામાં આવશે, તેમ બેઠકમાં જણાવાયું હતું.

બેઠકના પ્રારંભે અધિક કલેકટરશ્રી ડી.આર.પટેલે બેઠક રસ્તાની ડાબી બાજુ સેવા કેમ્પ રાખવા, રસ્તા ઉપર અડચણરૂપ થાય તેવા સ્પીડબ્રેકર બમ્પ ન બનાવવા, ચા-પાણી-નાસ્તા-જમવામાં ડીસ્પોઝેબલનો ઉપયોગ કરવા અને કેમ્પની પૂર્ણાહુતિ થતાં પૂર્વવત સફાઇ જાળવવા અનુરોધ કર્યો હતો.    પશ્ચિમ વિભાગના પોલીસ વડાશ્રી મકરંદ ચૌહાણે માલ-સામાન ચોરાવાની ઘટના ન બને તે માટે કેમ્પમાં સ્વયંસેવકોની આઠ કલાકની સીફટ ગોઠવવા, પદયાત્રીઓની સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરા લગાડવા, સ્થાનિક પોલીસ સાથે સહયોગમાં રહેવા, રાત્રે ભોજન પછી છકડા કે વાહનોમાં ન સૂવા અને દર્શન કરી એસ.ટી.ઉપર મૂસાફરી ન કરવા સહિત વિવિધ કાયદાનું પાલન કરવા બેઠકમાં ભાર મૂકયો હતો.

એસ.ટીના નિયામક શ્રી ચારોલાએ ૧૭૦ બસોની રાઉન્ડ ધ કલોક વ્યવસ્થા ગોઠવાઇ હોવાનું જણાઇ જરૂર પડેવધુ બસો ફાળવવામાં આવશે, તેમ જણાવ્યું હતું.

બેઠકમાં સંચાલકગણ માતાનામઢના ટ્રસ્‍ટીશ્રી દેવરાજભાઇ ગઢવી, પ્રવિણસિંહ વાંઢેર, જયંતભાઇ સચદે, અંકીત દવે, કમાભાઇ વેલાભાઇ, બી.ડી.ગઢવી, ચેતન ખોડીયાર, બી.ઠકકર, કિશોર વાઘમશી, ભરત ટાંક, કિરણ શિયાણી, લાલજી હિરાણી, નિલેશ ઠકકર, રૂપેશ રાજપુત, દિપેશ મહેતા, પ્રવિણ ગોર, વાલજીભાઇ વેલાણી, કલ્‍પેશભાઇ ભટૃ, તથા નામા અનામી સંચાલકશ્રીઓ તેમજ નાયબ કલેકટર-ભુજ, શ્રી રવિન્‍દ્રસિંહ જાડેજા, શ્રી વિજય રબારી, શ્રી એસ.એમ.કાંથડ, સીવીલ સર્જન ડો.જીજ્ઞાબેન ઉપાધ્‍યાય, સીડીએચઓ ડો.પંકજ પાડે, નાયબ પોલીસ વડાશ્રી જે.કે.જેસ્‍વાલ, શ્રી રાકેશ દેસાઇ, કાર્યપાલક પંચાયત શ્રી મડીયા, માર્ગ મકાનના શ્રી નરેન્‍દ્ર ભદ્રા, પીજીવીસીએલ નાયબશ્રી વાળા, પી.આઇ.શ્રી દેવેન્‍દ્રસિંહ રાણા, શ્રી દેસાઇ, શ્રી ખાંટ, શ્રી ગોસ્‍વામી, ભુજ નગરપાલિકાના શ્રી લીંબાચીયા, પાણી પુરવઠાના પ્રતિનિધિશ્રી, નામાશ્રી ચૌહાણ, કેમ્‍પ સંચાલકગણ, જાગૃતજનો ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

અમરેલી બેઠક છે પાટીદારોનો ગઢ : રણસંગ્રામ જીતવા લેવાયો મોદીનો સહારો

aapnugujarat

અરવલ્લી: ગૌણ સેવા દ્વારા યોજાનાર લેખિત પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા પર પ્રતિબંધ

aapnugujarat

માચ્છીમારોનાં આર્થિક ભવિષ્યને નુકશાન કારક લાઈન ફિશીંગને સંદતર બંધ કરવાનાં હેતુ માટે ગુજરાતનાં માચ્છીમારોની અગત્યની મીટીંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1