Aapnu Gujarat
Uncategorized

અરવલ્લી: ગૌણ સેવા દ્વારા યોજાનાર લેખિત પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા પર પ્રતિબંધ

અરવલ્લી જીલ્લાના ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા આયોજીત સ્પ ર્ધાત્મપક લેખિત પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા પર પ્રતિબંધ.

પરીક્ષા ખંડમાં સેલ્યુલર, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કેલ્ક્યુલેટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકાશે નહિ.

અરવલ્લી જિલ્લામાં આગામી તા.૨૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ ગૌણસેવા પસંદગી મંડળ -ગાંધીનગર દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની સ્પ ર્ધાત્મનક પરીક્ષા અરવલ્લી જિલ્લા ખાતે પણ યોજાનાર છે. જેથી પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ સેન્ટદરો બંધ રાખવા તેમજ પ્રતિબંધાત્મસક હુકમો બહાર પાડવા જરૂરી જણાતા અરવલ્લી જિલ્લાના અધિક જિલ્લાઆ મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.પરમાર એ તેમને મળેલ અધિકારની રૂએ અરવલ્લી જિલ્લા ના સબંધિત પરીક્ષા કેન્દ્રો ના વિસ્તાટરમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે, તે માટે પરીક્ષા સ્થલળોની આસપાસના ઝેરોક્ષ સેન્ટ્ર બંધ રાખવા અંગે જાહેરનામા દ્વારા મનાઈ ફરમાવી છે.
વધુમાં જણાવ્યાર પ્રમાણે આ દિવસ દરમ્યાેન તા.૨૪ એપ્રિલ ૨૦૨૨ના ના રોજ અરવલ્લી જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો (સ્થમળો) ની આજુબાજુમાં ૧૦૦ મીટરની હદમાં આવેલી તમામ ઝેરોક્ષ મશીનની દુકાનોના સંચાલકો દ્વારા પરીક્ષા સમય થતી ગેરરીતિ અટકાવવા માટે તમામ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા માટેનો પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ ઉપરાંત પરીક્ષા ખંડમાં સેલ્યુલર, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કેલ્ક્યુલેટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા પર અને પરીક્ષાના દિવસે જિલ્લામાં આવેલ તમામ પરીક્ષા કેન્દ્રોની આજુ-બાજુમાં ૪ કે તેથી વધુ વ્યક્તિઓએ ઊભા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Related posts

વડોદરા માં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઢોર પાર્ટીના કર્મચારીઓને અપશબ્દો બોલી ઝપાઝપી કરી ગાય છોડાવી જતા ત્રણ પશુપાલકો વિરુદ્ધ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

aapnugujarat

ગીર સોમનાથમાં ત્રણ સુગર મિલ બંધ થતાં ખેડૂતો પાયમાલ

aapnugujarat

મોરબી માળિયાના ૪૦ ગામના ખેડૂતોએ પાણી માટે ફૂંક્યું રણશિંગુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1