Aapnu Gujarat
ગુજરાત

હાઇકોર્ટમાં 1.58 લાખ કેસો પેંડિંગ

અદાલતો ની અંદર ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં કેસો હજુ પણ પેન્ડીગ છે. કેસો માં તારીખો પર તારીખો આવવાના કારણે કેસો પેન્ડિંગ જ રહી ગયા છે પરંતુ તેનું મુખ્ય કારણ એ પણ છે કે યોગ્ય સાક્ષીઓ ના મળવા ના કારણે તેમજ આરોપીઓ ફરાર થઈ જવા ના કારણે જ્યુડીશિયલ પ્રક્રિયા ઝડપી બની રહી નથી.
રાજ્યની અદાલતોની જો વાત કરવામાં આવે તો કુલ 18.75 લાખ કેસો પેંડિંગ છે. જ્યારે રાજ્યની સૌથી મોટી અદાલત એવી
હાઇકોર્ટમાં 1.58 લાખ કેસો પેંડિંગ છે. તેમાં પણ ખાસ કરીને રાજ્યના 37 હજાર કેસો એવા છે જે 20 વર્ષ થી પેંડિંગ છે.
શહેર પ્રમાણે જોવા જઈએ તો આ કેસોની અંદર સૌથી વધુ અમદાવાદ માં 5 લાખ કેસો પેન્ડિગ પડ્યા રહ્યા છે, આ આંકડો સૌથી મોટો છે.

જેથી આ પ્રકારની ઘટનાઓના કારણે રાજ્યભરમાં આટલી મોટી સંખ્યામાં કેસો પેન્ડિંગ છે તેમાં પણ અમદાવાદની અંદર સૌથી વધુ કેસો પેન્ડિંગ છે.
18.75 લાખ કેસો અદાલતોમાં પેંડિંગ
હાઇકોર્ટમાં 1.58 લાખ કેસો પેંડિંગ
37 હજાર કેસો એવા છે જે 20 વર્ષ થી પેંડિંગ
અમદાવાદમાં સૌથી વધુ 5 લાખથી વધુ કેસો પેન્ડિંગ છે, શહેરોના આ આંકડો છે
અમદાવાદ 5,00,712
સુરત 1,74,354
રાજકોટ 1,27,901
વડોદરા 1,45,977
કચ્છ 67,522

Related posts

મહિસાગરના પુલ પર રેલવે અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મરણ

aapnugujarat

કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ,મહામંત્રીની નિમણુંક કરવા મિટિંગ યોજાઈ

aapnugujarat

અમદાવાદમાં ૧૫ વર્ષથી જૂના કોમર્શિયલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1