Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ૧૫ વર્ષથી જૂના કોમર્શિયલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ થશે

દેશમાં રાજધાની દિલ્હી બાદ અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા પ્રદૂષણને નાથવા આજે રાજયના ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામા મળેલી એક તાકીદની બેઠકમાં અમદાવાદ શહેરમાં ૧૫ વર્ષથી જુના કોમર્શીયલ વાહનોનુ રજિસ્ટ્રેશન રદ કરવા અંગેની નીતિ બનાવવા નિર્ણય કરવામા આવ્યો છે આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગર શહેરને કેરોસીન મુકત બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા પ્રદૂષણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજે રાજયના ચીફ સેક્રેટરી જે.એન.સીંઘની અધ્યક્ષતામા અમદાવાદ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો,કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે એક તાકિદની બેઠકનું આયોજન કરવામા આવ્યુ હતુ.આ બેઠક બાદ ચીફ સેક્રેટરીએ કહ્યુ હતુ કે,અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હવાની ગુણવત્તા દિલ્હી અને અન્ય રાજયોની તુલનામા સારી છે.આમ છતાં અગમચેતીના ભાગરૂપે આજની બેઠકમાં વિવિધ નિર્ણયો લેવામા આવ્યા છે.જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં બસોની સંખ્યા વધારવામા આવશે.જેમા આગામી સમયમાં નવી તમામ બસો સી.એન.જી.આધારિત જ ખરીદાશે.આ સાથે જ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં દોડતા ૧૫ વર્ષ કે તેથી જુના વાહનોના રજિસ્ટ્રેશન રદ કરવા અંગેની નીતિ તૈયાર કરીને તેનો અમલ કરવામા આવશે.સીએનજી કે ઈલેકટ્રીકથી ચાલતા વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા સબસીડી ફાળવવાની નીતિ બનાવવામા આવશે.શહેરના ગીચ વિસ્તારોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો વ્યાપ વધારવા દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવશે.આ ઉપરાંત પીયુસી સર્ટીફિકેટની વ્યવસ્થાને મજબૂત બનાવવા કાર્યવાહી કરવામા આવશે.પીયુસી અંતર્ગત વાહનોની ચકાસણી વધુ સઘન કરવામા આવશે.થ્રી-વ્હીલર વાહનોને સીએનજીમા રૂપાંતરીત કરવા સહાય આપવાની નીતિ બનાવવામા આવશે.દેશમાં ચંદીગઢ અને હરિયાણાની જેમ અમદાવાદ અને ગાંધીનગર શહેરને કેરોસીન મુકત બનાવવા ઉજજવલા યોજનાનુ ૧૦૦ ટકા અમલીકરણ થાય એ માટે જરૂરી કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.આજની બેઠકમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી સહિત કલેકટરો અને અન્ય સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

दिसम्बर में बैंक कर्मचारी हडताल पर जाने को तैयार

aapnugujarat

પાટીદાર નેતા નચિકેત મુખી તેમજ પરિવાર ઉપર હુમલો

aapnugujarat

जगन्नाथ मंदिर के पास सुरक्षा बलों की तैनाती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1