Aapnu Gujarat
ગુજરાત

રખિયાલ, બોપલ, પીરાણા સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારો

દિલ્હી બાદ અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા હવાના પ્રદૂષણને પગલે શહેરના રખીયાલ, નવરંગપુરા, બોપલ અને પીરાણા વિસ્તારો શહેરના સૌથી પ્રદૂષિત વિસ્તારો તરીકે નોંધાવા પામ્યા છે.શહેરમાં સતત વધી રહેલા પ્રદૂષણને પગલે હવે સવારના સુમારે કે સાંજના સમયે શહેરના કેટલાક સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારોમાંથી લોકો અવર-જવર કરવાનુ ટાળી રહ્યા છે.આ સાથે જ આ વિસ્તારમાં રહેતા લોકો ભયના ફફડાટ સાથે જીવન જીવી રહ્યા છે.આ અંગેની વિગત એવી છે કે,૧૬ નવેમ્બર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં એર કવોલીટી ઈન્ડેકસ ૩૧૧ની સપાટી ઉપર જવાની સંભાવના વ્યકત કર્યા બાદ આજે ૧૭ નવેમ્બરના રોજ સવારના ૧૦ કલાકે રખીયાલ વિસ્તારમાં એર ઈન્ડેકસ ૩૫૯ જેટલો નોંધાવા પામ્યો હતો.આ સાથે જ પીરાણા વિસ્તારમાં એર ઈન્ડેકસ ૩૦૬ની સપાટી ઉપર નોંધાવા પામ્યો હતો.બોપલ જેવા પોશ વિસ્તારમાં પણ સવારના સમયે એર ઈન્ડેકસ ૩૦૧ની સપાટી ઉપર નોંધાવા પામ્યો હતો.જયારે સેટેલાઈટ વિસ્તારમાં એર ઈન્ડેકસ ૨૫૭ની સપાટી ઉપર નોંધાવા પામ્યો હતો.બીજી તરફ શહેરમાં આજે સવારના સમયે કુલ મળીને સરેરાશ એર ઈન્ડેકસ ૨૩૬ ઉપર નોંધાયો હતો જેને ખરાબ માનવામાં આવે છે.આ સાથે જ અમદાવાદ શહેરમાં સાંજે ૬ કલાકે સરેરાશ એર ઈન્ડેકસ ૨૫૨ નોંધાવા પામ્યો છે જેને ખરાબ માનવામા આવી રહ્યો છે. આ સાથે જ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રખીયાલ ખાતે એર ઈન્ડેકસ ૩૭૪ નોંધાવા પામ્યો છે.પીરાણા ખાતે એર ઈન્ડેકસ ૩૧૬ નોંધાવા પામ્યો છે.નવરંગપુરા વિસ્તારમાં એર ઈન્ડેકસ ૩૦૫ નોંધાવા પામ્યો છે.બોપલ વિસ્તારમાં એર ઈન્ડેકસ ૩૦૨ નોંધાવા પામ્યો છે.જયારે સેટેલાઈટ વિસ્તારમાં પણ એર ઈન્ડેકસ ૨૮૪ નોંધાવા પામ્યો છે.જયારે ચાંદખેડામા ૧૭૫ અને રાયખડ ખાતે ૧૬૧ એર ઈન્ડેકસ નોંધાવા પામ્યો છે.આમ અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે પણ શહેરના રખીયાલ, બોપલ, નવરંગપુરા અને પીરાણા જેવા વિસ્તારો શહેરના સૌથી વધુ પ્રદૂષિત રહેવા પામ્યા છે.

Related posts

અમદાવાદમાં ચમકી યોગીની હિન્દુ વાહિની

aapnugujarat

ગોધરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ

editor

કાશ્મીરના ટેલેન્ટ શોમાં અમદાવાદના દિવ્યાંગ બાળકો સૌ પ્રથમવાર પ્રતિભા બતાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1