Aapnu Gujarat
ગુજરાત

હેરીટેજ સપ્તાહની ઉજવણી મુલત્વી રાખવા ફરજ

દર વર્ષે વિશ્વભરમાં ૧૯ નવેમ્બરથી ૨૫ નવેમ્બર દરમિયાન કરવામા આવતી હેરીટેજ સપ્તાહની ઉજવણી આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ રાજયમાં આચાર સંહિતાનો અમલ ચાલુ હોઈ કરી શકાશે નહીં.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઉજવણી માટે રૂપિયા ૧૦ કરોડની રકમની ફાળવણી કરવામા આવી હતી.આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર વિશ્વની સાથે ૬૦૫ વર્ષથી પણ વધુ જુના અને ઐતિહાસિક એવા અમદાવાદ શહેરમાં દર વર્ષે વિશ્વના અન્ય સ્થળો અને શહેરોની સાથે વિશ્વ હેરીટેજ સપ્તાહની ઉજવણી કરવામા આવતી હોય છે.આ વર્ષે ૮ જુલાઈના રોજ યુનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને પોલેન્ડના કારકો ખાતે મળેલી બેઠકમાં વિશ્વના ઐતિહાસિક શહેરનો દરજ્જો આપવામા આવ્યા બાદ હેરીટેજની દ્રષ્ટીએ અમદાવાદ શહેરનું મહત્વ વધી જવા પામ્યુ હતુ.જેને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે અમદાવાદ શહેરમાં હેરીટેજ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવા માટે રૂપિયા ૧૦ કરોડની ફાળવણી કરવામા આવી હતી.પરંતુ આ સાથે જ રાજયમાં આગામી માસમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબકકામા યોજાવા જઈ રહી છે તેવા સમયે આચાર સંહિતાનો અમલ ચાલુ હોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને હેરીટેજ સપ્તાહની ઉજવણી દરમિયાન ચૂંટાયેલા હોદ્દેદારો પૈકી એક પણ હોદ્દેદાર હાજર રહી નહીં શકે એવી ચૂંટણીપંચ તરફથી તાકીદ કરવામા આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રને છેલ્લી ધડીએ આ ઉજવણીનો કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી છે.

Related posts

હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીની સુવિધાનું મેન્ટેનન્સ થતું નથી : ૧૯મીએ શહેરમાં ફાયર સેફ્ટી અંગે સેમિનાર

aapnugujarat

नवरंगपुरा में शराब की मेहफिल का मजा ले रहे चार गिरफ्तार

aapnugujarat

જુહાપુરાના ઉમેદવાર એજાજખાને નોધાવી અપક્ષ ઉમેદવારી

editor

Leave a Comment

UA-96247877-1