Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં અવ્વલ : સર્વેક્ષણનું તારણ

ઇન્ડિયા ટૂડે – નેલ્શનના તાજેતરના સર્વેક્ષણમાં ગુજરાત કાયદો અને વ્યવસ્થાની જાળવણીમં સૌ પ્રથમ આવ્યું છે. ગુરૂવારે નવી દિલ્હીમાં યોજાયેલા એક સમારોહમાં ગુજરાત રાજ્યને આ માટેની ટ્રોફી એનાયત કરાઇ હતી. રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘે આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.ગુજરાતે કાયદો વ્યવસ્થાની સારી પરિસ્થિતિમાં કેરાલા, તમિલનાડુ, પશ્ચિમ-બંગાળ, આંધ્રપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર જેવાં મોટા રાજયોને પાછળ રાખીને પ્રથમ ક્રમ મેળવ્યો છે.વર્ષ ૨૦૧૬-૧૭ના વર્ષ માટે થયેલ આ મૂલ્યાંકનમાં કાયદો વ્યવસ્થામાં ગુજરાત રાજ્ય તમામ રાજ્યો કરતા ચડીયાતું સાબિત થયું છે. રાજયમાં વસ્તીની સામે પોલીસ કર્મચારીઓની સંખ્યા, રાજયમાં પેન્ડિંગ ગુનાઓ, દાખલ થયેલ ફોજદારી ગુનાઓ પૈકી ખૂન અને અપહરણના ગુનાઓની ટકાવારી, બળાત્કાર અને છેડતીના બનાવોની ટકાવારી, કોમી હુલ્લડોની ટકાવારી, દર એક લાખની વસ્તી દીઠ દાખલ થતાં ફોજદારી ગુનાઓ, સરકાર દ્વારા પોલીસ વિભાગ પાછળ કરવમાં આવતો ખર્ચ વિગેરે જેવા માપ દંડોના આધારે તમામ રાજયોનું આંકલન કરવામાં આવેલ હતું. આ તમામ પાસાઓમાં ગુજરાત રાજ્ય દેશના બાકી ૨૧ મોટા રાજયો કરતાં ચડીયાતું સાબિત થયું છે.સર્વેક્ષણમાં જણાવ્યાનુસાર ગુજરાતમાં બળાત્કાર અને છેડતીના બનાવોની સંખ્યા કુલ ગુનાઓના માત્ર ૦.૪ ટકા રહેલ છે જયારે આ જ બાબતમાં આખા દેશની સરેરાશ ૨.૪ ટકા છે. ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી વસ્તીની સરખામણીએ બનતાં બળાત્કારના ગુનાઓની ટકાવારી પણ આખા દેશમાં સૌથી ઓછી રહી છે. ૨૦૧૦ થી ૨૦૧૫ વચ્ચે રાજયમાં પેન્ડીંગ ગુનાઓની સંખ્યામાં ૩૨ ટકા જેટલો ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે કોર્ટોમાં બાકી દાવાઓ અને કેસો પુરા કરવાનો સમય ૧૫ વર્ષથી ઘટાડી ૩ વર્ષ કર્યો છે. પરંતુ ગુજરાત સરકારે લોક હિતમાં આ સમય ઘટાડીને માત્ર એક વર્ષ જેટલો જ કરવા નિર્ણય કર્યો છે.મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકારે ‘ડાયલ ૧૮૧’ હેલ્પ લાઇન નંબરની પણ શરૂઆત કરી છે. તેવી જ રીતે રાજયની સુરક્ષા સેતુ યોજના હેઠળ આજદિન સુધી ૮ લાખ મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી છે. ૨૦૧૦થી લઇ આજદિન સુધીમાં રાજયમાં ૪૫,૦૦૦ પોલીસ સબ ઇન્સપેકટર અને પોલીસ ઇન્સપેકટર સહિતના પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવી છે.

Related posts

ગઠબંધનની સરકાર બની તો ૬ દિવસ અલગ-અલગ પીએમ અને રવિવારે રજા : અમિત શાહ

aapnugujarat

રેલ્વેમાં ૧ લાખ અલગ-અલગ પદ માટે ૨ કરોડ અરજી, સરકારની તિજોરી છલકાઈ

aapnugujarat

મની લોન્ડરિંગમાં વાઢેરાને શરતી જામીન આપી દેવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1