Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેલ્વેમાં ૧ લાખ અલગ-અલગ પદ માટે ૨ કરોડ અરજી, સરકારની તિજોરી છલકાઈ

ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં જુદી-જુદી પોસ્ટ માટે ૧ લાખ જેટલી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એક લાખ ખાલી પદો માટે ૨ કરોડથી પણ વધુ અરજીઓ આવી છે. રેલવે દ્વારા ફોર્મ ભરવાની અંતિમ તારીખ હજુ બાકી હોય વધુ અરજી આવવાનો અંદાજ રેલવે મંત્રાલયના એક અધિકારીએ વ્યક્ત કર્યો હતો.સરકારી નોકરીના પદ સામે આવેલ ઉમેદવારની અરજીનો આંકડૉ દેશમાં બેરોજગાર ઉમેદવારોનો આંકડો કહી શકાય છે. નોકરી માટે આવેલી અરજીઓના આંકડા સરકારની નિષ્ફળતાના આંકડા હોય એમ જણાઈ રહ્યું છે. અહેવાલ અનુસાર રજિસ્ટ્રેશનની અંતિમ તારીખમાં પાંચ દિવસ બાકી હોવાથી વધુ અરજી આવી શકે છે. રેલવે ગ્રુપ સી અને ડીમાટે ૯૦૦૦૦ ભરતી કરી રહી છે. અને સુરક્ષા દળમાં ૯૫૦૦ ભરતી કરી રહી છે. અધિકારીઓએ કહ્યું હતુકે સહાયક પાયલોટ અને ટેકનિકલ પદ માટે ૫૦ લાખથી વધુ ઓનલાઈન અરજી મળી ચુકી છે. ૨૬૫૦૨ જગ્યાઓ પાયલોટ અને ટેકનિકલ પદના ખાલી છે જેની સામે ૫૦ લાખથી વધુ અરજીઓ આવી છે. જ્યારે ગ્રુપ ડીમાં ૬૨,૯૦૭ પદ ખાલી છે જેના માટે પણ લાખો અરજીઓ આવી છે.
નોકરી માટે આવેલી અરજીઓ જોઈને તંત્ર દ્વારા પરીક્ષા પુર્ણ થયા બાદ પરિણામની જાહેરાત થયા બાદ પારદર્શકતા જળવી રાખવા માટે ઉમેદવારોને તેના જવાબપત્રની એક ફાઈનલ આન્સર કી (એક વિન્ડો) આપવામાં આવશે. સમગ્ર ભારતમાં ઉમેદવારો માટે આ તક ઉપલબ્ધ કરાવવા માટે ૧૫ જુદી જુદી ભાષામાં પ્રશ્નપત્ર પ્રદાન કરવામાં આવશે. જેમાં હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, બંગાળી, પંજાબી, ગુજરાતી, કન્નડ, કોંકણી, આસમિયા, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા,તમિલ અને તેલુગુનો સમાવેશ થશે. રેલવેની આ નોકરી માટે સામાન્ય શ્રેણી(જનરલ કેટેગરી)ને રૂ.૫૦૦ અને આરક્ષિત શ્રેણી માટે રૂ.૨૫૦ પરીક્ષા ફી રાખી છે. પહેલા સામાન્ય શ્રેણી પાસેથી રૂ.૧૦૦ફી વસુલવામાં આવે છે જ્યારે આરક્ષિત માટે જે મફત છે. સરકારે જાહેર કરેલ નોકરીની અરજીઓનાં આંકડા અનુસાર હાલ સુધીમાં તંત્રની તિજોરીમાં રૂ.૮૫૦ કરોડની આવક થઈ છે. આટલા મોટા આંકડામાં હજારો સ્ટાર્ટઅપ ખુલી શકે અને કરોડોને નોકરી મળી શકે.જોકે મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર રેલ મંત્રી પીયુષ ગોયલે વધારાની ફી પરીક્ષા બાદ પરત કરવાની જાહેરાત કરી હતી. રિફંડ માટે ઉમેદવારને બેંક ખાતાની ઓનલાઈન માહિતી આપવી પડશે. આરક્ષિત લોકોને તેની પુરી ફી પરત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે જનરલ કેટગરીના ઉમેદવારને રૂ.૪૦૦ પરત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પરીક્ષા બાદ બેંક ખાતામાં જમા થતી ફીની રકમમાં મેળવવામાં મુશ્કેલી પડી હોવાના અનેક કિસ્સાઓ છાસવારે સામે આવતા રહે છે.

Related posts

ગેહલોત પાસે ગૃહ-નાણા સહિત ૯ ખાતા, પાયલટને પાંચ ખાતા ફાળવાયા

aapnugujarat

પ્રથમ ચરણની ચૂંટણીમાં યુપીએ અને એનડીએ સામે પડકારો

aapnugujarat

NASA ने जारी की तस्वीरें, दिल्ली-हरियाणा में सबसे ज्यादा जलाई गई पराली

editor

Leave a Comment

UA-96247877-1