Aapnu Gujarat
Uncategorized

રાજકોટ સ્થિત રૈયાધાર ખાતે ૩૫.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા “સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” હેઠળ રૈયાધાર ખાતે રૂ./- ૩૫.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૫૬ એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં  આવ્યું હતું.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” હેઠળ રૂ./- ૩૫.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૫૬ એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંતર્ગત અંદાજે  ૨,૫૦,૦૦૦ જેટલી વસ્તીને આવરી લેવામાં આવશે. આ ૫લાન્ટ અત્યાધુનિક એવી SBR  (Sequential Batch Reactor) ટેકનોલોજી આધારીત બનાવવામાં આવેલ છે, જેમાં કોઈપણ જાતના કેમિકલ રહિત સંપૂર્ણપણે બાયોલોજીકલ પ્રોસેસથી ગટરના પાણીને શુધ્ધ કરવામાં આવે છે. SBR  ટેકનોલોજી વડે પ્લાન્ટના બાંધકામમાં ઓછી જગ્યા, ઓછી વિજળી અને ઓછા ખર્ચે ઓપરેટ કરી શકાય છે.

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યશ્રીઓ ગોવિંદભાઇ પટેલ, શ્રી ભાનુબેન બાબરીયા, મ્યુનિસિપલ કોર્પોરેશન ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડે. મેયરશ્રી દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી પુસ્કરભાઈ પટેલ, અગ્રણીશ્રી કમલેશભાઇ મિરાણી, નિતીનભાઈ ભારદ્વાજ તથા મ્યુનિસિપલ કમિશ્ર્નરશ્રી બંછાનિધી પાની, કલેક્ટર ડો. વિક્રાંત પાંડે સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જૂનાગઢ જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે મેંદરડા ખાતે

aapnugujarat

સોમનાથ ખાતે રન ફોર યુનિટીને લીલીઝંડી આપી

aapnugujarat

સાયલામાં નર્સ તાબે ન થતાં હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1