Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુનંદા કેસ : પોલીસને હજુય પુરતા પુરાવા મળી રહ્યા નથી

સનસનાટીપૂર્ણ સુનંદા પુષ્કર કેસમાં હજુ સુધી નક્કર કડી હાથ લાગી રહી નથી. દેશને હચમચાવી મુકનાર સુનંદાના મોતના મામલામાં તપાસ અધિકારીઓને વધુ સમય મેળવવાની ફરજ પડી રહી છે. સુનંદા પુષ્કરનો મૃતદેહ જે રુમમાં મળી આવ્યો હતો તે રૂમમાંથી પુરાવા એકત્રિત કરવા બે સપ્તાહની વધુ મહેતલ મળી રહી છે. દિલ્હી પોલીસની વિનંતીને માન્ય રાખવામાં આવી છે. કેટલાક વધુ સમય સુધી સુનંદા પુષ્કરના રૂમને વધુ સમય સુધી બંધ રાખવાની બાબતને વધારે મહત્વ મળી રહ્યું નથી. ૧૭મી જાન્યુઆરી ૨૦૧૪ બાદથી રૂમ નંબર ૩૪૫ને બંધ રાખીને તપાસ આગળ વધી રહી છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્ર સિંહએ સુનંદાના રૂમમાંથી પુરાવા એકત્રિત કરવા પોલિસને ૨૬ સપ્ટેમ્બર સુધીનો સમય આપી દીધો છે. આ તારીખ સુધી અથવા તો પહેલા મામલામાં એક અહેવાલ રજુ કરવામાં માટે પણ કહેવામાં આવ્યું છે. આ રૂમ આશરે સાડા ત્રણ વર્ષથી બંધ છે. એફએસએલની ટીમ અને તપાસ સસ્થાદ્વારા ઘટનાસ્થળની ચકાસણી કરવામાં આવ્યા બાદ આ જગ્યાને બંધ કરી દેવામાં આવી છે. કોર્ટે અગાઉ રૂમને ખોલવાની સંદર્ભમાં વિલંબ કરવા બદલ દિલ્હી પોલીસને ઝાટકણી કરવામાં આવી છે. સુનંદા પુષ્કર ૧૭મી જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે ચાણક્યપુરીમાં આવેલી લીલા પેલેસમાં હોટેલમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. સુનંદા પુર્વ કેન્દ્રીય મંત્રી શશી પત્નિ છે.
લીલા હોટેલે કાર્ટમાં માહિતી આપતી કહ્યું છે હોટેલમાં ૧૭ રૂમ છે. જે પૈકી એક રાત્રિ રોકાવવાનો ખર્ચ ૫૫૦૦૦ થી ૬૧૦૦૦ છે. સુત્રોને કહેવુ છે કે રૂમ નંબર ૩૪૫ ને બંધ રાખવાથી ભારે નુકશાન થઈ ચુક્યું છે. સુનંદા પુષ્કરના મોતના મામલે રાજનીતિ પણ જોરદાર રીતે ચાલી હતી. આ મામલે શશી થરુરની પણ કેટલીક વખત પુછપરછ કરવામાં આવી હતી. તપાસ ટીમ પર હવે ઝડપથી આગળ વધવા દબાણ આવી રહ્યુ છે.

Related posts

કર્ણાટક ચૂંટણી જીત્યા પછી પણ હું ખુશ નથી : ડીકે શિવકુમાર

aapnugujarat

AMMK appoints 5 organising secretaries as part of reorganisation exercise in the wake of polls

aapnugujarat

मुंबई में पाकिस्तान में ट्रेनिंग कर लौटा सूइसाइड बॉम्बर गिरफ्तार हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1