Aapnu Gujarat
ગુજરાત

બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ૨૪ હજારને રોજગારી મળશે

વડાપ્રધાન મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર હવે ઝડપથી શરૂઆત થનાર છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાન કુલ ખર્ચના ૮૫ ટકા સોફ્ટ લોન આપનાર છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર અંદાજિત ખર્ચ ૧૯ અબજ ડોલર અથવા તો આશરે એક હજાર અબજ રૂપિયાનો છે. ભારતના પરંપરાગત રેલવે નેટવર્ક અંતરની દ્રષ્ટિએ દુનિયામાં ચોથા સૌથી મોટા રેલવે નેટવર્ક તરીકે છે. દેશના પરિવારના મુખ્ય સાધન તરીકે રેલવેને ગણવામાં આવે છે. રોજ ૨.૨ કરોડ લોકો ટ્રેનમાં યાત્રા કરે છે. ભારત અને જાપાન વચ્ચે અનેક સમજૂતિ ઉપરહસ્તાક્ષર થનાર છે જેમાં આ પ્રોજેક્ટને લઇને સૌથી વધારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કેન્દ્રીય રેલવેમંત્રી પિયુષ ગોયેલે માહિતી આપતા કહ્યું છે કે, આ પ્રોજેક્ટના કારણે હજારો લોકોને નોકરી મળશે. ગોયેલે કહ્યું હતું કે, ખુબ ઓછા વ્યાજદર પર નાણા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રેલવે નેટવર્કમાં ક્રાંતિકારી પરિવર્તન આવનાર છે. આનાથી હાઈસ્પીડ ટ્રેન કોરિડોરના ક્ષેત્રમાં નવી શરૂઆત થશે. ૪૦૦૦ની સીધી નોકરી અને ઓછામાં ઓછા ૨૦૦૦૦ને પરોક્ષ નોકરી મળશે.

Related posts

ભીલોડીયા ગામે કરણી સેનાનું સ્નેહ સંમેલન યોજાયું

editor

ગુજરાત પોલીસની ૧૪૦ની ટીમને દિલ્હી ગેંગ હંફાવી રહી છે

aapnugujarat

હાર્દિકનાં આવાસ ઉપર મીડિયા કર્મીઓની સાથે ખરાબ વર્તન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1