Aapnu Gujarat
ગુજરાત

ભીલોડીયા ગામે કરણી સેનાનું સ્નેહ સંમેલન યોજાયું

ડભોઇ તાલુકાના ભીલોડીયા ગામે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાનું સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું જેમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રાજ શેખાવત આ સ્નેહમિલન સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સંમેલનમાં રાજપૂત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં જેમાં ભીલોડીયા ગામના યુવા અગ્રણી વિક્રમસિંહજી નટવરસિંહજી ચાવડાની વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના સેનાપતિ પદે વરણી કરવામાં આવી હતી તેમજ આ સાથે બંને જિલ્લાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં રાજસિંહ શેખાવતે જણાવ્યું હતું કે કરણી સેના દ્વારા રાજપૂત સમાજના યુવાનો આગળ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. આજના સમાજના યુવાનોને પૂરતી રોજગારી મળી રહે તેવા પ્રયત્ન કરવા જોઈએ અને યુવાનોને યોગ્ય માર્ગે વાળવા જોઇએ તેમજ સમાજમાં રહેલા દુષણો દૂર કરવા જોઈએ. યુવાનો વ્યસન મુક્ત બને અને દહેજ પ્રથા સંપૂર્ણપણે દૂર થાય તેવા પ્રયત્નો કરવા જોઈએતેમજ કરણી સેના્‌ના યુવાનો બીજા સમાજ અને કોઇ પણ ધર્મને પડતી મુશ્કેલીઓમાં પણ સહાયરૂપ અને મદદરૂપ બને તેવા પ્રયત્ન કરવા જોઈએ તેમજ દરેક રાજપૂત પરિવારે પોતાનાં કુટુંબમાંથી એક પુત્ર અથવા પુત્રીને રાષ્ટ્રને સમર્પિત કરવો જોઈએ અને કરણી સેનાનું સંગઠન ગ્રામ્ય સ્તરેથી સંગઠિત કરી તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મજબૂત બને તેવા પ્રયત્નો કરવા જોઈએ. આમ ભીલોડીયા ગામે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા (યુવા અધ્યક્ષ), લખનસિંહ દરબાર તથા ધારાસભ્ય શૈલેષ મહેતા, મહેન્દ્રસિંહ રાઠોડ ( પ્રવક્તા ગુજરાત પ્રદેશ ), શૈલૈન્દ્રસિંહ ઠાકોર (મહામંત્રી ગુજરાત પ્રદેશ ),નારાયણસિંહ ચૌહાણ ( પ્રશાસનીય પ્રમુખ મધ્ય ગુજરાત), મનિષસિંહ પરમાર (પ્રભારી વડોદરા જિલ્લા ), રણજીતસિંહ સોલંકી (પ્રમુખ વડોદરા જિલ્લા), જયેન્દ્રસિંહ ઠાકોર (ઉપપ્રમુખ વડોદરા જિલ્લા), વિરભદ્રસિંહ સોલંકી (મહામંત્રી વડોદરા જિલ્લા) તેમજ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

વિશ્વ જનસ્થિરતા પખવાડિયા ઉજવણી અંતર્ગત વિરમગામના પ્રા.આ.કેન્દ્ર મણીપુરા ખાતે પ્રદર્શન યોજાયું

aapnugujarat

ચૂંટણીમાં જીત મેળવવા માટે પાટીદારો ઉપર નજર કેન્દ્રિત

aapnugujarat

ગુજરાતમાં પૂરને કારણે અત્યાર સુધીમાં ૨૧૩ માનવીઓ, ૪,૨૨૫ પશુઓનાં મરણ; ૧૭ હજારનો બચાવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1