Aapnu Gujarat
ગુજરાત

વિશ્વ જનસ્થિરતા પખવાડિયા ઉજવણી અંતર્ગત વિરમગામના પ્રા.આ.કેન્દ્ર મણીપુરા ખાતે પ્રદર્શન યોજાયું

     અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણિપુરા ખાતે વિશ્વ જનસ્થિરતા પખવાડિયા ઉજવણી અંતર્ગત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા લાભાર્થીઓને સ્ત્રી નસબંધી, અંતરા, છાયા, ગર્ભનિરોધક ગોળીઓ, આંકડી, પુરુષ નસબંધી, નિરોધ સહીતની કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના કે એમ મકવાણા, નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરાના મયંક પટેલ, આશાબહેન સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરીયા ખાતે ગુરુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં 11 જુલાઇ થી 24 જુલાઈ સુધી વિશ્વ જનસ્થિરતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેવા વિસ્તારમાં આવેલા વિવિધ ગામોમાં જન જાગૃતિ ના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને “કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા અને બાળકના સ્વાસ્થ્યની પૂરી તૈયારી” સૂત્ર અંગેની પણ સમજ આપવામાં આવી રહી છે.

તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

CBI ने 2 बैंक धोखाधड़ी मामलों में 9 स्थानों पर की छापेमारी

editor

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બદનામ કરવા ખોટો અશ્લીલ વીડિયો વાઈરલ કરાયો

aapnugujarat

મોદી આજથી ગુજરાતમાં ફરી ઝંઝાવતી પ્રચાર કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1