Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૧મી સદી ભારત અને ચીનની રહેશે : મોદી

શિકાગોમાં સ્વામી વિવેકાનંદના સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠ ઉપર આયોજિત કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જુદા જુદા પાસાઓ ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી. મોદીએ સ્વામી વિવેકાનંદના સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠ અને ભાજપના વિચારક દીનદયાળ ઉપાધ્યાયની ઉજવણીના ભાગરુપે આયોજિત કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું કે, ૨૧મી સદી એશિયાની રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ૨૧મી સદી ભારત અને ચીનની રહેશે. મોદીએ આ પ્રસંગે ખાવા પીવાની ચીજવસ્તુઓના વિષય ઉપર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, આ વિષય અમારી સંસ્કૃતિના હિસ્સા તરીકે નથી. સ્વામી વિવેકાનંદના વિચારોને રજૂ કરતા તેમણે કહ્યું હતું કે, ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને કઇ વસ્તુ ખાવી જોઇએ અને કઇ વસ્તુ ન ખાવી જોઇએ તે વિષય અમારી સંસ્કૃતિના હિસ્સા તરીકે નથી. તેમણે ઉમેર્યું હતું કે, અમે સમય મુજબ ફેરફારની તરફેણ કરીએ છીએ.શિકાગોમાં સ્વામી વિવેકાનંદે આપેલા ભાષણને લઇને તેની ૧૨૫મી વર્ષ ગાંઠ ઉપર આયોજિત કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે, ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના દિવસે શિકાગોમાં સ્વામી વિવેકાનંદનું સંબોધન માત્ર ભાષણ ન હતું બલ્કે એક તપસ્વીની તપસ્યાની બાબત હતી. તે વખતે દુનિયામાં સાપ અને સપેરાઓના દેશ તરીકે ભારતને ગણવામાં આવતું હતું. મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યું હતું કે, પૂનમ અને એકાદશીના દિવસે શું ખાવું જોઇએ, શુ ન ખાવું જોઇએ તેની ચર્ચા હંમેશા રહે છે પરંતુ સ્વામી વિવેકાનંદે દુનિયાને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ સંસ્કૃતિનો હિસ્સો હોઇ શકે નહીં. આ બાબત સામાજિક વ્યવસ્થા હેઠળ આવી શકે છે પરંતુ સંસ્કૃતિમાં સામેલ કરી શકાય નહીં. મોદીએ એમપણ કહ્યું હતું કે, અમે સમયની સાથે પરિવર્તનની તરફેણ કરીએ છીએ. દુષણોને દૂર કરવામાં આવે તે જરૂરી છે. અમને સ્વામી વિવેકાનંદ અને જમશેદજી તાતાના સંવાદોને પણ જોવાની જરૂર છે. સ્વામી વિવેકાનંદે તાતાને કહ્યું હતું કે, ભારતમાં ઉદ્યોગો લગાવીને નિર્માણ કરવાની જરૂર છે. સ્વામી વિવેકાનંદ કૃષિમાં આધુનિક ટેકનોલોજીમાં પ્રયોગની તરફેણમાં હતા. વડાપ્રધાને દિન દયાળ ઉપાધ્યાયના અંત્યોદય અને વિનોબાભાવેની પહેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. હળવાશના મૂડમાં મોદીએ કહ્યું હતું કે, કોલેજોમાં રોઝ ડેની વિરુદ્ધમાં તેઓ નથી પરંતુ દિવસોની ઉજવણી રોઝ ડેના બદલે કેરળ દિવસ, શીખ દિવસ અથવા પંજાબ દિવસ તરીકે થવી જોઇએ. આનાથી રાજ્યોની સંસ્કૃતિને જાણવાની તક મળશે. સ્વચ્છતા અભિયાનની પણ તેઓએ વાત કરી હતી. વડાપ્રધાને આ પ્રસંગે મંત્ર આપતા કહ્યું હતું કે, પહલે શૌચાલય ફીર દેવાલય. રાષ્ટ્રવિરોધી તત્વો ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, જ્યારે તેઓ વંદેમાતરમ સાંભળે છે ત્યારે ગર્વ અનુભવ કરે છે ુપરંતુ જ્યારે એવું જાણવા મળે છે કે, કેટલાક લોકો વંદેમાતરમ્‌ બોલવાનું પસંદ કરતા નથી ત્યારે દુખ પણ થાય છે. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે, નિષ્ફળતા વગર સફળતા શક્ય નથી. નિષ્ફળતાથી ભયભીત થવાની જરૂર નથી. સ્વામી વિવેકાનંદના વિચારોને રજૂ કરતા તેમણે કહ્યું હતું કે, નોલેજ અને સ્કીલ બંને મહત્વપૂર્ણ છે.

Related posts

ભારતીયે બદલાવ્યો કાયદો, આયર્લેન્ડમાં હટશે ગર્ભપાત પરનો પ્રતિબંધ

aapnugujarat

કાતિલ ઠંડીની વચ્ચે ગુજરાતના લોકો ઠુઠવાયા

aapnugujarat

સેંસેક્સ વધુ ૩૫૮ પોઇન્ટ ઉછળી ઉંચી સપાટી પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1