Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીમાંથી ૮૦ બેઠકો જીતવા ભાજપની તૈયારી

ભાજપ ઉત્તર પ્રદેશમાં સંગઠનાત્મક અભિયાન મારફતે ઉપલબ્ધિઓ અને ફીડબેક બંને સ્તર પર મિશન ૨૦૧૯ માટે તૈયાર છે. આ ફીડબેકના એક મહત્વપૂર્ણ પાસા તરીકે એ છે કે સાંસદોના ક્ષેત્રમાં પરફોર્મન્સ અને જનતાની વચ્ચે તેમની ઇમેજની બાબત મહત્વપૂર્ણ બની છે. હાલમાં પાર્ટીની વર્તમાન તૈયારી લોકસભાની ચૂંટણીમાં એક તૃતીયાંશ ચહેરાઓન બદલવાની પણ છે. આનો મતલબ એ થયો કે ભાજપ લોકસભાની ચૂંટણીમાં એક તૃતીયાંશ સાંસદોને ટિકિટ કાપી દેશે. આ છટણી અભિયાન ઉપર કામ ચાલી રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં મોદી લહેર વચ્ચે ભાજપે ૭૮ પૈકી ૭૧ સીટો જીતીને જોરદાર સપાટો બોલાવ્યો હતો. બે સીટો સાથી પક્ષ અપના દળને મળી હતી. પાર્ટી આ વખતે મિશન ૮૦નો દાવો કરી રહી છે. ૨૦૧૪ જેવી મોદી લહેર ફરી ઉભી થશે કે કેમ તે અંગે વાત કરવી મુશ્કેલ છે પરંતુ એક બાબત નક્કી છે કે, દેશ અને પ્રદેશ બંને જગ્યાએ શાસનમાં રહેલા ભાજપને શાસનવિરોધી પરિબળનો સામનો ચોક્કસપણે કરવો પડશે. ઘણી બધી લોકસભા સીટોમાં આ સ્થિતિ સ્થાનિક સ્તર પર સાંસદોના સામે પણ ચાલી શકે છે. આ ક્ષેત્રોને ઓળખી કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં બે બમ્પર જીત હાસલ કરી ચુકેલા ભાજપના ઉચ્ચ સ્તરીય સુત્રોનું કહેવું છે કે, પ્રજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને વિશ્વાસ અકબંધ રહ્યો છે. જે પણ પરેશાની આવી રહી છે તે સ્થાનિક સ્તરે અમલીકરણને લઇને આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં ૨૫થી વધારે એવી લોકસભા સીટો છે જ્યાં પ્રજામાં ખુબ હદ સુધી સાંસદોને લઇને નારાજગી જોવા મળી રહી છે. આમાથી કેટલાક એવા ચહેરા છે જેનો રાજકીયરીતે કોઇ અસ્તિત્વ દેખાઈ રહ્યું નથી. આ સભ્યો જનાધાર મારફતે નહીં પરંતુ મોદી લહેર મારફતે ચુંટાઈ આવ્યા હતા. આવા ચહેરાઓ અવધથી લઇને પૂર્વાંચલ અને પશ્ચિમ સુધી રહેલા છે. પાર્ટી ઇચ્છતી નથી કે, આ સાંસદોની નિષ્ક્રિયતા મિશન ૨૦૧૯માં અડચણરુપ બની શકે. મોદી પોતે સાંસદોની સાથે બેઠકમાં ઇશારો કરી ચુક્યા છે કે, પરફોર્મન્સ નહીં કરે તો ટિકિટ કાપી દેવામાં આવશે જેથી આવા સાંસદોને ઓળખી કાઢવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. મોદી પોતે સાંસદો અને અન્યોની ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યા છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, ટિકિટ ગુમાવી દેનારમાં ૭૫ વર્ષની વય પાર કરી ચુકેલા સભ્યોની સાથે સાથે કેટલાક સેલિબ્રિટી, નેતાઓના પુત્રો અને લોકપ્રિય ચહેરાઓ પણ હોઈ શકે છે. જીતના મિશનને પહોંચી વળવા માટે પાર્ટીએ અન્ય પક્ષોના પ્રભાવશાળી નેતાઓ ઉપર પણ દાવ રમનાર છે. ગઇ લોકસભા ચૂંટણીમાં ૩૦થી વધારે ટિકિટ બીજા પક્ષોથી આવેલા અથવા તો પેરાશૂટ નેતાઓના ખાતામાં ગઇ હતી. વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે માહોલ બનાવવા માટે આ ફોર્મ્યુલા દર્શાવી હતી. ૨૦૧૯માં મહત્વકાંક્ષી મિશનમાં પાર્ટી ફરી એકવાર આ દાવને રમવા માટે તૈયાર છે. મિશન ૧૯ને લઇને ભાજપ દ્વારા જોરદાર તૈયારીઓ હાથ ધરવામાં આવી ચુકી છે. મોદી લહેરને ફરીવાર જાળવવાના પ્રયાસ પણ યુદ્ધના ધોરણે શરૂ થઇ ચુક્યા છે. યોગી સરકાર પણ સંપૂર્ણપણે સક્રિય થઇ ગઇ છે.

Related posts

ई-सिगरेट के आयात पर पाबंदी को कड़ाई से लागू किया जाए : राजस्व विभाग

aapnugujarat

કિડની સંબંધિત બીમારીની તપાસ માટે જેટલી અમેરિકા રવાના

aapnugujarat

ઓરંગઝેબની હત્યાનો બદલો લેવા ૫૦ યુવકો નોકરી છોડી પરત ફર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1