Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કિડની સંબંધિત બીમારીની તપાસ માટે જેટલી અમેરિકા રવાના

નાણા મંત્રી અરુણ જેટલી કિડની સંબંધિત રોગની તપાસ માટે અચાનક અમેરિકા જવા રવાના થયા છે. નોંધનીય છે કે ૧૪ મે, ૨૦૧૮ના રોજ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી થઈ હતી. છેલ્લા નવ મહિનાથી તેમણે કોઈ વિદેશ પ્રવાસ કર્યો નથી. જેટલીને એક ફેબ્રુઆરીના રોજ છઠ્ઠા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારનું અંતરિમ બજેટ રજૂ કરશે. જોકે, આ વખતનું બજેટ અંતરિમ બજેટ હશે, પરંતુ આશા છે કે તેમનું બજેટ ભાષણ સામાન્ય બજેટ જેવું જ હશે.
પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે રાત્રે જ તેઓ અમેરિકા જવા રવાના થયા હતા. તેમને ગત વર્ષે એપ્રિલમાં એઇમ્સમાં દાખલ કરાયા હતા. જ્યાં તેઓ ડાયાલિસિસ પર હતા અને પછી તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઇ હતી. ત્યારબાદ જેટલીની અનુપસ્થિતિમાં નાણાં મંત્રાલયની વધારાની જવાબદારી રેલ મંત્રી પીયુષ ગોયલને સોંપવામાં આવી હતી. જેટલીએ ફરી ૨૩ ઑગસ્ટ ૨૦૧૮ના રોજ નાણા મંત્રાલયની કમાન સંભાળી હતી.

Related posts

ભાજપનો મોટો દાવ : કેરળમાં મેટ્રો મેન શ્રીધરન હશે મુખ્યમંત્રીના ઉમેદવાર

editor

ચિરાગ પાસવાન ભારે હૈયે બોલ્યા : પરિવારનું કોઈ જ મારી સાથે નથી

editor

કાશ્મીરી પંડિતોની હત્યા :૨૧૫ કેસો ફરી ખોલવા કોર્ટનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1