Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ વધુ ૩૫૮ પોઇન્ટ ઉછળી ઉંચી સપાટી પર

શેરબજારમાં આજે જોરદાર તેજીનું મોજુ રહ્યું હતું. ફ્રન્ટલાઇન ઇન્ડેક્સમાં એક ટકાની આસપાસનો ઉછાળો નોંધાયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ફોસીસ, ટીસીએસ અને બજાજ ફાઇનાન્સ સહિતના શેરોમાં જોરદાર તેજી જામી હતી. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૫૮ પોઇન્ટ ઉછળીને ૩૬૯૭૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૨૮ પોઇન્ટ ઉછળીને ૧૧૦૬૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨.૩૪ ટકાનો ઉછાળો નોંધાતા જોરદાર તેજી રહી હતી. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જિંદાલ સ્ટીલના નેતૃત્વમાં શેરમાં જોરદાર તેજી રહી હતી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૨.૦૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. ટેક મહિન્દ્રા અને અન્ય શેરોમાં તેજી જામી હતી. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૭ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૪૨૫ જોવા મળી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૬૬૮ રહી હતી. શેરબજારમાં હાલમાં તેજી માટે કેટલાક પરિબળો દેખાઈ રહ્યા છે. હાલમાં જ રજૂ કરવામાં આવેલા બજેટમાં તમામ વર્ગો માટે મોટી રાહતો જાહેર કરવામાં આવી હતી જેની સીધી અસર પણ બજારમાં જોવા મળી રહી છે. આવકવેરા મુક્તિ મર્યાદા પાંચ લાખ રૂપિયા કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતો માટે ઇન્કમ સપોર્ટ યોજના જાહેર કરવામાં આવી ચુકી છે. શ્રમિકો માટે પણ કેટલીક જાહેરાતો કરવામાં આવી ચુકી છે જેની સીધી અસર બજારમાં જોવા મળી રહી છે. રિલાયન્સ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ તેની સ્થિતિ વધારે મજબૂત કરે તેવા સંકેત છે. શેરબજારમાં જાન્યુઆરી મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૫૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સામાન્ય ચૂંટણી પહેલા વિદેશી મૂડીરોકાણકારો કોઇપણ પ્રકારના જોખમ લેવા માટે તૈયાર નથી. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા જ્યારે ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી.
ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડામાં જણાવવાાં આવ્યું છે કે, ગયા મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૭ કરોડ અને ઇક્વિટી માર્કેટમાંથી ૫૨૬૭ કરોડ રકમ પરત ખેંચવામાં આવી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૪ પોઇન્ટ સુધરીને ૩૬૬૧૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો .બ્રોડર નિફ્ટી ૨૨ પોઇન્ટ ઉછળીને ૧૦૯૩૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો.

Related posts

बजट के बाद आज पेट्रोल और डीजल की कीमत में आई गिरावट

aapnugujarat

ભારત રશિયા પાસેથી ન્યૂક્લિયર સબમરીન લીઝ પર લેશે

aapnugujarat

આજે મુંબઈ – ચેન્નઈ વચ્ચે આઈપીએલની ફાઈનલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1