Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી કેબિનેટમાં નવ નવા મંત્રી સામેલ, ચાર પ્રધાનોને પ્રમોશન

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે કેન્દ્રિય કેબિનેટનુ વિસ્તરણ કરવામાં આવ્યુ હતુ. સપ્તાહોથી ચાલી રહેલી બેઠકો અને વાતચીતના દોર બાદ આજે કેબિનેટનુ વિસ્તરણ કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે કેટલાક પ્રધાનોના ખાતા બદલી દેવામાં આવ્યા હતા. કેટલાકને સારી કામગીરી બદલ ઇનામ આપીને તેમને કેબિનેટ રેન્કમાં પ્રમોશન અપાયુ હતુ. કુલ ૧૩ પ્રધાનોએ આજે શપથ લીધા હતા. મોદી કેબિનેટના ત્રીજા ફેરફારમાં નવ નવા પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા હતા અને ચાર પ્રધાનોને બઢતિ આપવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામને ચોંકાવી દઇને કેટલાક પ્રધાનોના ખાતા પણ બદલી દેવામાં આવ્યા છે. સુરેશ પ્રભુની જગ્યાએ પીયુશ ગોયલને રેલવે પ્રધાન બનાવવામાં આવ્યા હતા. બીજી બાજુ નાણાં પ્રધાન અરૂણ જેટલી પાસે હજુ સુધી રહેલા વધારાના સંરક્ષણ મંત્રાલયનો હવાલો તેમની પાસેથી લઇને નિર્મલા સીતારામનને આપી દેવામાં આવતા તમામ લોકો ચોંકાવી ઉઠ્યા હતા. ઉમા ભારતીના જુના ખાતાને નીતિન ગડકરીને આપી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રધાન સ્મૃતિ ઇરાનીની પાસે કાપડ મંત્રાલયની જવાબદારી પણ રહેશે. વિજય ગોયલને સંસદીય બાબતોના રાજ્યમંત્રી અને આંકડાકીય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. હવે રમત ગમત મંત્રાલયની જવાબદારી રાજ્યવર્ધનસિંહ રાઠોડ જોશે. સુરેશ પ્રભુને નવા વાણિજ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આજે ૧૩ મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
શપથલેનાર નવ નવા પ્રધાનો પૈકી બે પૂર્વ ફોરેન સર્વિસ ઓફિસર છે. કેબિનેટમાં ઉત્તર પ્રદેશ અને બિહારના બે-બે, કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી એક એકને નવા મંત્રી બનાવવામાં આવ્યા છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, સંસદીય બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, ઉર્જા પ્રધાન પિયુષ ગોયેલ, વાણિજ્યમંત્રી નિર્મલા સીતારામનને કેબિનેટમંત્રી બનાવવામાં આવ્યા છે. કુલ ૧૩ પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અપાવ્યા હતા. એનડીએના સાથી પક્ષોને સ્થાન આપવામાં આવ્યું નથી જે લોકોએ આજે મંત્રીપદના શપથ લીધા છે તેમાં મોટાભાગના પોતાના પ્રોફેશનમાં કુશલ લોકો છે. બે પૂર્વ આઈએએસ, એક પૂર્વ આઈપીએસ, એક પૂર્વ આઈએફએસ છે જે રીતે પ્રોફેશનલ લોકોને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી છે તેનાથી સ્પષ્ટ છે કે, આગામી દોઢ વર્ષના ગાળામાં ગવર્નન્સ અને અમલીકરણ સુધી તમામ બાબતોને એક સમાન રીતે આગળ વધારવામાં આવશે. લોકકલ્યાણની બાબતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. કેરળના પૂર્વ આઈએએસ અલ્ફોન્સની પસંદગી ખુબ જ મહત્વપૂર્ણ છે. ભાજપ કેરળમાં પોતાની સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસમાં છે. કર્ણાટકમાં આગામી વિધાનસભાની ચૂંટણી ટૂંકમાં જ યોજાનાર છે. ચૂંટણી પહેલા અનંતકુમાર હેગડેને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. હેગડે એવા નેતામાં સામેલ છે જે કાશ્મીરના લાલચોકમાં તિરંગો ધ્વજ લહેરાવી ચુક્યા છે.
જેડીયુ અને શિવસેનાને તક આપવામાં આવી નથી. નવી ટીમની વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા સામાન્ય લોકોમાં કામના મોરચે વધારે સારી છાપ ઉભી કરવાની જવાબદારી રહેશે. કેબિનેટમાં ફેરફારને લઇને મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ પહેલાથી જ ખુબ સાવધાન હતા. આના ભાગરૂપે બન્ને વચ્ચે આ મામલે ત્રણ વખત બેઠક થઇ હતી. કેબિનેટમાં ફેરફાર અને ફેરરચનાના ભાગરુપે ઓછામાં ઓછા પાંચ કેન્દ્રીય મંત્રીએ ગુરુવારના દિવસે રાજીનામુ આપી દીધા હતા. જ્યારે અન્ય એક પ્રધાને મોડેથી રાજીનામુ આપ્યુ હતુ. મે ૨૦૧૪માં સરકારની રચના બાદ પ્રધાનમંડળમાં ત્રીજા સૌથી મોટા ફેરફારના ઉદ્દેશ્યથી હાલમાં વાતચીત થઇ રહી હતી. કેન્દ્રિય કેબિનેટના વિસ્તરણને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે હાલમાં ભાજપ પ્રમુખ અમિત શાહના આવાસ પર હાઇ પ્રોફાઇલ બેઠક યોજવામાં આવી હતી. જેમાં જુદા જુદા પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રિય નાણાં પ્રધાન અરૂણ જેટલી અને ભાજપનાકેટલાક કેન્દ્રિય નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આઠ કેન્દ્રિય પ્રધાનો હાજર રહ્યા હતા. કેબિનેટમાં ફેરફાર માટેનુ એક કારણ રેલવે પ્રધાન સુરેશ પ્રભુ દ્વારા રાજીનામાની ઓફર પણ હતુ. સતત એક પછી એક રેલવે અકસ્માતના કારણે સુરેશ પ્રભુ હાલમાં ભારે દબાણ હેઠળ હતા. પ્રભુએ થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને રાજીનામાની ઓફર કરી હતી. જો કે થોડાક સમય સુધી રાહ જોવા માટે મોદીએ તેમને કહ્યુ હતુ. આગામી ચૂંટણીને લઇને બે વર્ષથી ઓછો સમય રહ્યો છે ત્યારે મોદીનુ ધ્યાન હવે માત્ર સારા કામ પર કેન્દ્રિત છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણી પહેલા તેને અંતિમ ફેરફાર તરીકે પણ ગણવામાં આવે છે. લોકસભા ચૂંટણી આડે બે વર્ષનો સમય રહ્યો છે ત્યારે મોદી પરફોર્મન્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

Related posts

लंदन कोर्ट से विजय माल्या को मिली राहत

editor

મેક ઈન ઈન્ડિયા હેઠળ હવે ભારતમાં બનશે મેટ્રોના ડબ્બા, જાહેર કર્યુ ૧૫૦ કરોડનું ટેન્ડર

aapnugujarat

તુગલાકી લોકડાઉન લગાવો અને ઘંટી વગાડો આ છે મોદીની રણનીતિ : રાહુલ

editor

Leave a Comment

UA-96247877-1