Aapnu Gujarat
ગુજરાત

૬ સપ્ટેમ્બમરથી મા નર્મદા મહોત્સવની ઉજવણી : નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી આર.એસ.નિનામાએ સમીક્ષા બેઠક યોજી

સરદાર સરોવર – નર્મદા ડેમના દરવાજા બંધ થવાની ઐતિહાસિક ક્ષણને એક ઉત્સવ તરીકે ઉજવવા રાજય સરકાર દ્રારા તા. ૬ ઠ્ઠી સપ્ટેમ્બર થી તા. ૧૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૭ દરમિયાન હાથ ધરાયેલી “મા નર્મદા મહોત્સવ” ની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેકટરશ્રી આર. એસ. નિનામાના અધ્યક્ષપદે જિલ્લા કલેક્ટરાલયના સભાખંડ ખાતે સમિક્ષા બેઠક યોજાઇ હતી.

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.આર. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંગતકુમાર મંડોત, નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેરશ્રી જે.કે. ગરાસીયા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીશ્રીઓ સાથે શ્રી નિનામાએ નર્મદા રથના નોડલ અધિકારીઓને  સોંપવામાં આવેલ કામગીરીની  જીણવટભરી સમિક્ષા કરી હતી.

નર્મદા જિલ્લા કલેકટરશ્રી આર.એસ.નિનામાએ સમગ્ર કાર્યક્રમના સુવ્યવસ્થિત આયોજન, નિયત ડિઝાઇન મુજબ નર્મદા રથ તૈયાર કરવાની કામગીરી, ખેડૂત સંમેલન- સભા, રાત્રિ સમયના ગામોએ સાંસ્કૃતિક કાર્યક્રમો, રથયાત્રા દરમિયાન, સાયકલ, બાઇક રેલી-સાયકલ રેલી, દરેક ગામે વૃક્ષારોપણ, શૈક્ષણિક સંસ્થાઓમાં લોકજાગૃતિ કેળવાય તે હેતુથી વકતૃત્વ-નિબંધ-ચિત્ર-કવીઝ વગેરે જેવી શૈક્ષણિક સ્પર્ધાઓ યોજવા નર્મદા બંધના પાણીથી કૃષિને થયેલા લાભો અંગેની ફિલ્મ-નિદર્શન, રોપાઓનું વિનામુલ્યે વિતરણ સહિત મહત્તમ સંખ્યામાં વૃક્ષારોપણ પ્રવૃતિ સમગ્ર ઉજવણીની વ્યાપક પ્રચાર- પ્રસિધ્ધિ થકી લોકજાગુતિ કેળવાય તે રીતના કાર્યક્રમો સુપેરે પાર પાડવા માટે અમલીકરણ અધિકારીઓને પણ સૂચનાઓ અને માર્ગદર્શન પણ પુરૂં પડાયુ હતું.

જિલ્લા વહિવટીતંત્ર દવારા કરાયેલા આયોજન મુજબ તા. ૬ ઠ્ઠી સપ્ટેમ્બર, ૨૦૧૭ ને બુધવારના રોજ સવારે ૮=૦૦ કલાકે ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે અને નિયત કરાયેલા ગામોમાં નર્મદા રથયાત્રાનું પરિભ્રમણ થશે અને પ્રત્યેક ગામે સવારે નર્મદા રથનું શાળાની બાળાઓ અને ગામની મહિલાઓ દ્વારા શ્રીફળ-કળશ દવારા ભવ્ય સ્વાગત થશે. સ્વાગત બાદ “મા નર્મદા” ની આરતી સાથે “નર્મદા રથ”નું સ્વાગત કરાશે અને જે તે ગામે ફ્લેગ હોસ્ટિંગ, સોંગ તેમજ અગાઉના ગામ સુધીની સાયકલ-બાઇક રેલી સાથે મા નર્મદા રથને પ્રસ્થાન કરાવાશે. પ્રત્યેક ગામમાંથી અન્ય સાયકલ સવારો પણ આ સાયકલ રેલીમાં જોડાશે અને નર્મદા રથ સાથે આગળના ગામો માટે પ્રયાણ કરશે. તદ્ઉપરાંત નર્મદા રથયાત્રાના રૂટના તમામ ગામોમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિ પણ હાથ ધરાશે.

જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ ઉજવણીના કરાયેલા આયોજન અનુસાર ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના નર્મદા ડેમના પાણીથી લાભાન્વિત ગામોમાં નર્મદા રથના પરિભ્રમણ દરમિયાન જિલ્લાના શિક્ષણ, આરોગ્ય, કૃષિ, રમત-ગમત વગેરે જેવા વિભાગો દ્વારા લોકજાગૃત્તિના વિવિધ કાર્યક્રમો થકી સાહિત્ય વિતરણ અને વિકાસલક્ષી ફિલ્મ નિદર્શન સાથે ગ્રામજનોને જરૂરી જાણકારીથી માહિતગાર કરાશે, જેનો જિલ્લાના ગ્રામજનોને બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું છે.                                    ૦ ૦ ૦ ૦

Related posts

મોદી સરકારે કહ્યું, રજિસ્ટ્રેશન જરૂરી નહીં : રૂપાણી સરકારે કહ્યું ફરજિયાત રહેશે

editor

ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાથી પાકને નુકસાન

aapnugujarat

ઇડર તાલુકામાં વીરપુર ગામે તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1