Aapnu Gujarat
ગુજરાત

ઇડર તાલુકામાં વીરપુર ગામે તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલ વીરપુર ગામે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ગામના એક જાગૃત નાગરિક દ્વારા લગભગ ૧૮ મહિના પહેલાં તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ સ્વચ્છતા કાર્યક્રમમાં કરાયેલી અરજીને લઈ આખરે તંત્રએ આજે બુલડોઝર ફેરવી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ઇડર તાલુકા વિકાસ અધિકારી કે.કે.ચૌધરી, મામલતદાર એચ.વી. કોતરવી, તલાટી, સરપંચ તથા દબાણ દૂર કરતા સમયે કોઈ માથાકૂટ ન સર્જાય તે માટે વડાલી પી.એસ.આઈ જાની, જાદર પી.એસ.આઇ, ગજ્જર તથા ૩૦ જેટલા પોલીસકર્મી જેમાં ૨૦ મહિલા પોલીસ પણ બંદોબસ્તમાં હતા જેમની હાજરીમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા,હિંમતનગર)

Related posts

હાલોલમાં ૫૦૦ – ૧૦૦૦ની જુની નોટો સાથે શખ્સ ઝડપાયો

editor

હું રાજકારણમાં છું ક્યાંય ગોઠવણ કરતો નથી : NITIN PATEL

editor

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો આજથી શુભારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1