ગુજરાતમાં હવામાન ખાતાએ માવઠાની સ્થિતિની આગાહી કરી હતી તે મુજબ જ ગઈકાલથી રાજ્યનું વાતાવરણ બદલાયું છે જેના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં ટાઢોળું ફેલાઈ ગયું છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડ્યો છે જેના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે. તથા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પણ પલળી ગયો છે. આજે સુરતમાં પવનના જોરદાર સૂસવાટા સાથે વરસાદ પડ્યો છે . શહેરના જુદા જુદા વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. કતારગામ, અને રાંદોરમાં હજુ પણ વરસાદ ચાલુ છે. સૌરાષ્ટ્રમાં ધારી તાલુકા અને સાવરકુંડલામાં વરસાદ પડ્યો છે. તેવી જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠું છું. દરિયાકિનારાના વિસ્તારોમાં વેરાળવ ઉના, તાલાલામાં આજે વરસાદ છે. તેવી જ રીતે સુત્રાપાડા, ગીઢ ગઢડામાં તેજ પવન સાથે વરસાદ પડ્યો છે. રાજકોટની આસપાસના વરસાદ પણ વરસાદમાં ભીંજાયા છે. બનાસકાંઠાના કાંકરેજ અને બીજા કેટલાક ભાગોમાં પવનનું જોર છે. જ્યારે ગોંડલમાં વરસાદના કારણે પાકને નુકસાન થયું છે તથા માર્કેટિંગ યાર્ડમાં રાખેલો પાક પણ પલળ્યો છે.
સુરત જિલ્લામાં વાતાવરણ બદલાયું છે અને ઓલપાડના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાથી ખેડૂતોને શેરડીના પાકને નુકસાન થવાની બીક છે. સાઉથ ગુજરાતમાં વલસાડ સહિત કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે જેના કારણે પાકને નુકસાન થયું છે. રાજકોટ નજીક જેતપુરમાં આજે ગાજવીજ સાથે કમોસમી વરરસાદ પડ્યો છે. તેના કારણે ધાણા, ચણા, જીરુ સહિતના પાકોને નુકસાન થયું છે. જુનાગઢમાં પણ વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદના કાણે ખેડૂતોમાં ચિંતા છે.
અમરેલી જિલ્લામાં પણ આજે સવારથી માવઠાની સ્થિતિ છે. ધારી તાલુકાના સરસિયા ગામે વરસાદ નોંધાયો છે. રાજકોટ નજીક શાપર- વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ વરસાદ પડ્યો છે જેના કારણે રસ્તા પર પાણી ભરાયા છે અને વાહન વ્યવહાર મુશ્કેલ બન્યો છે. ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે તેની આગાહી પાંચ દિવસ અગાઉ જ કરી દેવામાં આવી હતી. છતાં કેટલાક ભાગોમાં માર્કેટ યાર્ડમાં પાક ખુલ્લો પડ્યો હોવાથી તેને નુકસાન થયું છે. હજુ ત્રણથી ચાર દિવસ સુધી આવી સ્થિતિ રહેવાની શક્યતા છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે.