Aapnu Gujarat
રાષ્ટ્રીય

આસામ, યુપી, બંગાળમાં હવે પુરની સ્થિતિમાં થયેલો સુધારો

આસામ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પુરની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. જો કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલી રહી છે. રોગચાળાને રોકવા માટે પણ પગલા લેવાઈ રહ્યા છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં પ્રાણીઓને બચાવવાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે. એકંદરે સ્થિતિમાં સુધારો થતાં રાહત કામગીરી ઝડપી કરાઈ છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં પુરની સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. પુરના બીજા દોરમાં જે ૭૦ લોકોના મોત થયા છે તે પૈકી મોરીગાવમાં સૌથી વધારે ૧૨ લોકોના મોત થયા છે. મોરીગામમાં ૫.૨૧ લાખ લોકોને અસર થઇ છે. હાલમાં ૧૪૯૩ ગામો પુરના પાણીમાં છે. .૧૫ લાખ હેક્ટર પાક ભૂમિને નુકસાન થયુ છે. કોકરાઝારમાં નવ અને ધુબરીમાં નવ લોકોના મોત થયા છે. બોન્ગાઇગામમાં સાત લોકોના મોત થયા છે. આની સાથે જ એકંદરે આ વર્ષે પુરનો આંકડો આસામમાં ૧૫૫ થી પણ ઉપર પહોંચી ગયો છે. રાજ્યમાં ૧૬ જિલ્લાઓમાં ૨૨ લાખ લોકો સકંજામાં છે. હાલમાં ૨૫૮૯ ગામો પુરના પાણીમાં છે અને ૧.૬૭ લાખ હેક્ટર પાક ભુમિને નુકસાન થઇ ચુક્યું છે. ૨૨ લાખ લોકોને અસર થઇ છે. છેલ્લા મહિના બાદથી નવેસરના પુરના કારણે ધેમાજી, લખીમપુર અને બારપેટા સહિતના ૧૬ જિલ્લા અસરગ્રસ્ત થયેલા છે. કોકરાઝાર, જોરહાટ, શિવસાગર, ડિબ્રુગઢમાં પણ પુરની સ્થિતિ સર્જાયેલી છે. પ્રથમ રાઉન્ડમાં ૮૫ લોકોના મોત થયા હતા અને ૧૯ લાખને અસર થઇ હતી.
એપ્રિલથી જુલાઈ વચ્ચેના ગાળામાં આ ૮૫ મોત થયા હતા. હવે બીજા દોરમાં વધુ ૭૦ લોકોના મોત થયા છે. આની સાથે જ આ વર્ષે પુર સંબંધિત બનાવોમાં કુલ મોતનો આંકડો વધીને ૧૫૫ ઉપર પહોંચી ગયો છે. એરફોર્સને પણ બચાવ કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં મૃતાંક વધીને વધીને ૮૨ ઉપર પહોંચી ગયો છે. ૨૨ લાખ લોકોને અસર થઇ છે. ૨૫ જિલ્લા પણ સકંજામાં આવી ગયા છે.રોગચાળાનો ખતરો પણ હવે તોળાઇ રહ્યો છે. પુર ગ્રસ્ત રાજ્યોમાં હજુ મોતનો આંકડો વધે તેવી દહેશત દેખાઇ રહી છે. લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવાના પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં મોતનો આંકડો વધીને ૧૫૨ ઉપર પહોંચ્યો છે અને ૧.૫ કરોડને અસર થઇ છે.

Related posts

अब आधार कार्ड के लिए ऑफलाइन वेरिफिकेशन

aapnugujarat

खेती कानूनों के खिलाफ सिद्धू का केंद्र पर तंज : यह हमारे अस्तित्व की निजी लड़ाई है

editor

મારામારી કેસમાં કેજરીવાલના આવાસ પર બે કલાક શોધખોળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1