Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદીએ સ્વતંત્રતા દિવસે કોઇ નવી યોજના કેમ જાહેર ન કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના પ્રસંગે આ વખતે તેમના ચોથા ભાષણ વેળા કોઇ નવી યોજના દેશ માટે જાહેર કરી ન હતી. આને લઇને રાજકીય પંડિતોમાં ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ જાણકાર લોકો કહી રહ્યા છે કે મોદીએ નવી યોજના આ દિવસે જાહેર કરવાની પરંપરાથી દુર હટીને નવી પરંપરા શરૂ કરી છે. મોદી પાસેથી કેટલીક નવી યોજનાની અપેક્ષા તો સામાન્ય લોકો કરી રહ્યા હતા. છેલ્લા સ્વતંત્રતા દિવસે પણ મોદીએ કોઇ મોટી જાહેરાત કરવાના બદલે બે નાની યોજના જાહેર કરી હતી. મોદીએ એ વલખતે સ્વતંત્રતા સેનાનિઓના માટે પેન્શનમાં ૨૦ ટકાના વધારાના જાહેરાત કરી હતી. બીજી જાહેરાત એ કરી હતી કે બીપીએલ પરિવારો માટ સરકાર એક લાખ રૂપિયા સુધી તબીબી ખર્ચ ઉપાડશે. જો કે આ વખતે મોદી કોઇ નવી યોજના જાહેર કરવાથી દુર રહ્યા હતા. પોતાના ૫૬ મિનિટ લાંબા ભાષણમાં મોદીએ મોટા ભાગે પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલી ત્રણ વર્ષની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. ભાષણમાં મોદીએ ન્યુ ઇન્ડિયાના સંબંધમાં વિઝન રજૂ કરતા કેટલીક ખાસ વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ત્રણ વર્ષના ટુંકા ગાળામાં જ દેશના વિકાસના કામો કઇ રીતે પાટા પર આવી ગયા છે.
કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે જે યોજના પહેલાથી જ જાહેર થઇ ચુકી છે તે યોજનાની અસર દેખાય તે જરૂરી છે. જો નવી યોજના જાહેર કરવામાં આવી હોત તો વર્ષ ૨૦૧૯ સુધી સામાન્ય ચૂંટણી વેળા તેની અસર દર્શાવવી સરકાર માટે સરળ કામ રહ્યુ ન હોત. મોદી આગામી વર્ષના પૂર્ણ બજેટમાં કેટલીક મોટી જાહેરાત પણ કરી શકે છે. પહેલા બે ભાષણમાં મોદીએ શ્રેણીબદ્ધ યોજનાઓની જાહેરાત કરી હતી.

Related posts

રાહુલ અને પ્રિયંકા ગાંધી પ્રશાંત કિશોરને પાર્ટીમાં ખાસ પદ આપવા મુદ્દે રાજી

editor

દાઉદે જબીર મોતીની ધરપકડ કરાવી છે : હેવાલ

aapnugujarat

કોરોના સામે જંગ લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓના પરિવારોને મળશે સુરક્ષા

editor

Leave a Comment

UA-96247877-1