Aapnu Gujarat
રાષ્ટ્રીય

શીખ વિરોધી રમખાણનાં ૨૪૧ કેસોમાં તપાસ બંધ કરવા મામલે પેનલ રચાઈ

વર્ષ ૧૯૮૪માં થયેલા શીખ વિરોધી રમખાણોને લઇને ફરી એકવાર મામલો સપાટી ઉપર આવી શકે છે. શીખ વિરોધી રમખાણના મામલામાં સુપ્રીમ કોર્ટે હવે ૨૪૧ કેસોમાં તપાસ કરવા પેનલની રચના કરી દીધી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલા ૨૪૧ કેસોના બંધ કરવા માટે અધિકાર ક્ષેત્રમાં તપાસ કરવા તેના પૂર્વ જજના નેતૃત્વમાં પેનલની રચના કરવામાં આવી છે. બે જજની પેનલ આમા તપાસ કરશે. જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ અમિત્વા રોય અને જસ્ટિસ એએમ ખાનવીલકરની બનેલી બેંચે ૧૯૮૪ના રમખાણ કેસમાં તપાસ કરવા સુપરવાઈઝરી કમિટિને ત્રણ મહિનાની મહેતલ આપી છે.સાથે સાથે તેનો અહેવાલ સુપરત કરવા માટે પણ આ મહેતલ આપી છે. સુપ્રીમ કોર્ટે આ આદેશ એવા સમયે આપ્યો છે જ્યારે કેન્દ્ર સરકારે બુધવારના દિવસે આ મામલામાં અંતિમ નિર્ણય લેવાનો મામલો કોર્ટ ઉપર છોડી દીધો હતો. કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ૨૫૦ કેસ સીટ દ્વારા તપાસવામાં આવ્યા હતા. ક્લોઝર રિપોર્ટ ૨૪૧ કેસોમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે કેસોની તપાસ સીબીઆઈ દ્વારા પણ કરવામાં આવી હતી. શીખ વિરોધી રમખાણ કેસના કારણે રાજનીતિમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ હતી. અનેક નેતાઓના રાજીનામા પડ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૪૧ કેસોને બંધ કરવા માટે અધિકાર ક્ષેત્રમાં તપાસ કરવા તેના બે પૂર્વ જજના નેતૃત્વમાં પેનલની રચના કરવામાં આવ્યા બાદ તેનો તપાસ અહેવાલ ક્યારે અને કયા પ્રકારનો આવે છે તેના ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ફરી એકવાર રાજનીતિ પણ ગરમ થાય તેવી શક્યતા છે.

Related posts

પ્રતિ કિલોના દરથી સિલિન્ડર ભરાવી શકાશે

aapnugujarat

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઇચ્છા નથી, અમારો સંકલ્પ : મોહન ભાગવત

aapnugujarat

મોદી સરકારના પાંચ વર્ષના કામકાજની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વાત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1