Aapnu Gujarat
બ્લોગ

માનવતા સહજ થોડી બાંધછોડ ચોક્કસ કરી શકીએ

એક વૃદ્ધ સ્ત્રીએ પોતાની ચેક બુક બેન્કની કેશિયર સમક્ષ ધરીને કહ્યું, ” મારે રૂ.૫૦૦ ઉપાડવા છે.”

ફરજ બજાવતી કેશિયરે કહ્યું, ” રૂ.૫૦૦૦થી ઓછી રકમ માટે એ.ટી.એમ વાપરો.”

વૃદ્ધ સ્ત્રીએપૂછયું, ” કેમ ? ”

બેંકની કેશિયર હવે છંછેડાઈ. તે બોલી, ” કેમ કે આ જ નિયમ છે. મહેરબાની કરીને જો હવે આપને બીજું કઈ કામ ન હોય તો અહીંથી જઇ શકો છો, ” આટલું કહી તેણે ચેકબુક વૃદ્ધ સ્ત્રીને પરત કર્યું.

વૃદ્ધ સ્ત્રી થોડી પળો માટે ચૂપ રહીને પેલી કર્મચારીને કહેવા લાગી, ” મારે મારાં ખાતાં માંથી બધા જ પૈસા ઉપાડી લેવા છે.. શું તમે મને સહાય કરી શકો !”

જયારે કેશિયરેવૃદ્ધ સ્ત્રીના ખાતા માં ની રકમ જોઈ તો તે અચંબો પામી ગઈ. થોડું ઝૂકી, માંથુ ધુણાવી તેણે કહ્યું,” માફ કરશો બા, પણ તમારા ખાતાંમાં તો સાડા ત્રણ કરોડ રૂપિયા છે ! અને હાલ બેંક તમને તમારા પૈસા આપી શકે તેટલું બેલેન્સ નથી. શું તમે કાલે ફરી એક વાર જાણ કરીને આવી શકશો ? ”

વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, ” હાલ હું કેટલી રકમ ઉપાડી શકું તેમ છું ? ”

કેશિયરે જણાવ્યું ,” તમે ત્રણ લાખ સુધીની કોઈ પણ રકમ ઉપાડી શકો છો. ”

વૃદ્ધ સ્ત્રીએ કેશિયરને પોતે ત્રણ લાખ ઉપાડવા ઈચ્છે છે તેમ કહ્યું. કેશિયરે બને તેટલી જલ્દી રકમ ઉપાડી વૃદ્ધ સ્ત્રીને નમ્રતાપૂર્વક સોંપી.

વૃદ્ધ સ્ત્રીએ એમાંથી ફક્ત રૂ.૫૦૦ પોતાની થેલીમાં મૂકીને બાકીના રૂ.૨,૯૯,૫૦૦ ફરી પોતાના ખાતામાં જમા કરવા કહ્યું. કેશિયર દિગ્મૂઢ બની ગઈ.

કહેવાનું તાત્પર્ય એ છે કે નીતિ નિયમોમાં ભલે ફેરફાર થઇ શકતો નથી પણ આપણે પરિસ્થિતિ અનુસાર અને માનવતા સહજ થોડી બાંધછોડ ચોક્કસ કરી શકીએ.

કોઈપણ માણસને તેના બાહ્ય દેખાવ કે પહેરવેશનાં આધારે મૂલવવો જોઈએ નહીં. ઉલટું દરેક સાથે સભ્યતાથી વર્તવું જોઈએ.

જેમ કોઈ પુસ્તક તેની ઉપરની છાપથી સમજી શકાતું નથી તેમ માણસને પણ તેની બાહ્ય રૂપરેખાથી કઈ પણ ધરી લેવો, એક ઉતાવળું અને ભૂલ ભરેલું પગલું બની શકે…

 

RIGHTER :- DEE

Related posts

૨૦૧૮ : ચર્ચાસ્પદ ચુકાદાઓ

aapnugujarat

આગ પ્રગટાવી હેર કટ કરતાં માસ્ટર વિષ્ણુ લિંબાચિયા

aapnugujarat

कश्मीर पर विपक्ष की मसखरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1