Aapnu Gujarat
Uncategorized

મોરબી જિલ્‍લામાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા આપતી રેસીડેન્‍ટ હોસ્‍ટેલમાં નાઇટવીઝન સીસી ટી.વી કેમેરા લગાવવા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટનું ફરમાન

 ભુતકાળમાં મોરબી શહેર અને સમગ્ર જિલ્‍લામાં હોસ્‍ટેલમાં રહી અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનિઓના આપઘાતના બનાવો બનવા પામેલ છે. મોરબી જિલ્‍લાના વાલી મંડળોના પ્રતિનિધિઓ તથા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ તરફથી આ પ્રકારની ધટનાઓ બનવા સંદર્ભેના કારણો અને તે રોકવા માટેના તકેદારીના પગલાઓ લેવા રજૂઆતો કરવામાં આવેલ છે. હોસ્‍ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનિઓને બહારના તત્‍વો દ્વારા પરેશાની થતી અટકે અને હોસ્‍ટેલમાં રહી સાનુકુળ વાતાવરણમાં અભ્‍યાસ કરે તે માટે તકેદારીના ભાગરૂપે અને જાહેર હિતમાં સંરક્ષણાત્‍મક પગલા લેવા યોગ્‍ય જણાતું હોય સમગ્ર મોરબી શહેર અને ગ્રામ્‍ય જિલ્‍લા વિસ્‍તારમાં આવેલ સરકારી, અર્ધ સરકારી, ટ્રસ્‍ટ તથા ખાનગી ધોરણે સંચાલન કરવામાં આવતી ગર્લ્‍સ તથા બોયઝ હોસ્‍ટેલના માલિકો/સંચાલકોએ કાર્યવાહી કરવા ફરમાવવાનું જરૂરી જણાતા રાજકોટના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી આર.એમ. ડામોરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો ર-જો અધિનિયમ)ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ (૧) વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને રહેવા કે અને જમવાની સુવિધા પુરી પાડતી રેસીડન્‍ટ હોસ્‍ટેલ જેમાં સરકારી, અર્ધ સરકારી, ટ્રસ્‍ટ સંચાલિત તથા ખાનગી ધોરણે સંચાલિત નિવાસી શાળાઓ/રેસીડેન્‍ટ હોસ્‍ટેલના સંચાલકોએ હોસ્‍ટેલના પ્રવેશ તથા બહાર નીકળવાના રસ્‍તા, ડાઇનીંગ હોલ, લોબી, કાર્યાલય, રમતગમતનું મેદાન વગેરે સમગ્ર વિસ્‍તાર આવરી લેવાય તે રીતે નાઇટ વીઝન સી.સી. ટી.વી. કેમેરા રાખવા અને તેનું બેક-અપ ૩૦ દિવસ સુધી જાળવવું. (ર) આ પ્રકારના નાઇટ વીઝનવાળા સી.સી.ટી.વી. કેમેરા આ જાહેરનામાની પ્રસિધ્‍ધિની તારીખથી ૧૦(દસ) દિવસમાં લગાવવાના રહેશે. (૩) રેસીડન્‍ટ હોસ્‍ટેલમાં પ્રવેશ કરનાર તથા બહાર નીકળનાર(હોસ્‍ટેલમાં રહેનાર તથા નોકરી કરનાર તથા હોસ્‍ટેલના મેનેજરશ્રી સહિત) તમામની હોસ્‍ટેલમાં પ્રવેશ તથા બહાર નીકળવાની વિગતો જાળવતું રજીસ્‍ટર નિભાવવું તથા આ રજીસ્‍ટર એક વર્ષ સુધી જાળવવાનું રહેશે. (૪) ઉપરોકત ક્રમાંક ૧ મુજબ સી.સી.ટી.વી. કેમેરાનું બેકઅપ તથા ક્રમાંક-૩ મુજબ જાળવવામાં આવેલ રજીસ્‍ટર પોલીસ અધિકારી, મહેસુલ અધિકારી, એકજીકયુટીવ મેજીસ્‍ટ્રેટશ્રી તેમજ શિક્ષણ વિભાગના અધિકારી માગે ત્‍યારે તાત્‍કાલિક અસલ રેકોર્ડ કે તેની નકલો રજુ કરવાની રહેશે.

આ હુકમ તા.૨૪/૦૯/૨૦૧૭ સુધી સમગ્ર મોરબી શહેર અને ગ્રામ્‍ય જિલ્‍લા વિસ્‍તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર થશે.

Related posts

વાપીમાં જૈન યુવતી લવ જેહાદનો શિકાર બની

editor

किराए पर ऑफिस लेने के मामले में बेंगलुरू का CBD सबसे महंगा

aapnugujarat

મહુવામાં વીએચપીનાં પ્રમુખની કરાઇ હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1