Aapnu Gujarat
ગુજરાત

આગામી ૦૫ વર્ષમાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળ ધ્વારા સરફેસ વોટર પહોંચાડવાનું રાજ્ય સરકારનુ આયોજન : પાણી પુરવઠા મંત્રી

પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયાએ સ્વતંત્રતા પર્વની રાજ્યસ્તરની ઉજવણી અંતર્ગત વડોદરા મહાનગર પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારો માટે સંપ સહિત પાણીની ટાંકી અને અન્ય વિવિધતસભર વિકાસકામોનું ખેલ રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, મેયરશ્રી ભરત ડાંગર, ધારાસભ્યશ્રી જીતુભાઇ સુખડીયા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે ગુજરાત શહેરો અને ગામોને માથાદીઠ દૈનિક ૧૦૦ લીટર્સથી પણ વધુ પાણી ઉપલબ્ધ કરાવતુ દેશનુ મોખરાનુ રાજ્ય છે. જળ વિતરણ પધ્ધતિ સાથે સ્કાડા જોડીને પાણીનો હિસાબ રાખવાની અને ગેર કાયદેસરનુ લીફટીંગ અટકાવવાની વ્યવસ્થા માટે તેમણે વડોદરા મહાનગર પાલિકાને અભિનંદન આપ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે રાજ્ય સરકારે આગામી ૨૦૨૦ થી ૨૦૨૨ સુધીમાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળ ધ્વારા સરફેસ વોટર પહોચડવાનુ જે આયોજન કર્યુ છે તેનાથી ભૂગર્ભ જળ અને પર્યાવરણનું રક્ષણ થશે. રાજ્યના ૭૭% જેટલા વિસ્તારને પાઇપ લાઇન સહિત વિવિધ આયોજનો ધ્વારા નર્મદા જળ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થાની તેમણે જાણકારી આપી હતી.

રાજ્યસ્તરના સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે વડોદરાની પસંદગીના અભિનંદન આપતાં તેમણે જણાવ્યુ હતું કે મુખ્યમંત્રી કાળ દરમિયાન પ્રધાનમંત્રીશ્રીની દૂર્રદેશીના પગલે આજે રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ રાષ્ટ્ર્રીય પર્વો અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીથી આ પ્રસંગો લોક ઉત્સવ બન્યા છે અને જે તે વિસ્તારોના વિકાસને તેનાથી વેગ મળે છે.

વડોદરા નીતનવા વિચારો, નવા કામો કરે છે એવી લાગણી વ્યક્ત કરતાં ખેલ રાજ્ય મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શહેરમાં પાણીની સમસ્યા મહદંશે ઉકેલવા માટે અને દશ લાખ વૃક્ષોનો ઉછેર હાથ ધરવાના અભિયાન માટે વડોદરા મહાનગર પાલિકાને અભિનંદન આપ્યા હતા.

વડોદરામાં  સ્વતંત્રતા પર્વની રાજ્યસ્તરીય ઉજવણીનો આનંદ વ્યક્ત કરતા મેયરશ્રી ભરતભાઇ ડાંગરે જણાવ્યુ હતું કે વડોદરા મહાનગર પાલિકાએ તેને શહેરી વિકાસનો ઉત્સવ બનાવવાનું આયોજન કર્યુ છે.

આ પ્રસંગે ઔડાના અધ્યક્ષશ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મેયરશ્રી યોગેશભાઇ પટેલ, વુડા અધ્યક્ષશ્રી નારણભાઇ પટેલ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગર સેવકો, મ્યુનીસીપલ કમિશનર ડૉ. વિનોદ રાવ સહિત ઉચ્ચાધિકારીઓ અને વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગુજરાત સરકારના કર્મચારીઓ આનંદોઃ મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4%નો વધારો

aapnugujarat

लुटेरी दुल्हन सहित चार आरोपी को पुलिस ने गिरफ्तार किया

aapnugujarat

Panihati Chida – Dahi Mahotsav at Hare Krishna Mandir, Bhadaj

aapnugujarat

Leave a Comment

UA-96247877-1