Aapnu Gujarat
ગુજરાત

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અનુદાનથી નારેશ્વર પોર અને માલસરમાં પ્રવાસી સુવિધાઓ વિકસાવાશે : મંત્રીશ્રી જશાભાઇ બારડ

સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે કરજણ તાલુકાના કોઠાવ અને નારેશ્વર ખાતે પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી જશાભાઇ બારડ, કૃષિ રાજ્યમંત્રી શ્રી વલ્લભભાઇ વઘાસીયા, સંસદિય સચિવશ્રી બાબુભાઇ જે.પટેલ અને ધારાસભ્યશ્રી સતીષભાઇ પટેલ દ્વારા રૂા. ૫૪૬ લાખથી વધુ રકમના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આમ, સ્વતંત્રતા પર્વની ઉજવણી કરજણ તાલુકા માટે વિકાસનો ઉત્સવ બની રહી હતી.

મંત્રી શ્રી જશાભાઇ બારડે સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ હતું કે, વડોદરા જિલ્લાના પવિત્ર તીર્થો નારેશ્વર, પોર અને માલસરમાં યાત્રાળુઓ માટેની સુવિધાઓના વિકાસનું આયોજન પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના રૂા. ૧૧ કરોડના વિશેષ અનુદાનથી હાથ ધરવામાં આવશે. તેમણે રાજ્ય સરકારની ખેડૂત, મહિલા, યુવા અને ગરીબલક્ષી કામગીરીનો વિગતવાર ચિતાર આપ્યો હતો.

કૃષિ રાજ્યમંત્રી શ્રી વલ્લભભાઇ વઘાસીયાએ ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ દોહરાવવાની સાથે જણાવ્યુ હતું કે, શુન્ય ટકા વ્યાજ દરથી ખેડૂતોને ધિરાણ ઉપલબ્ધ કરાવવાનું રાજ્ય સરકારનું આયોજન આશીર્વાદરૂપ બની રહ્યુ છે. કાર્યક્રમમાં લોકલક્ષી વીમા યોજનાઓ સહિત ભારત સરકારના કલ્યાણ આયોજનોની જાણકારી આપવામાં આવી હતી. ધારાસભ્યશ્રી સતીષભાઇ પટેલે રાજ્ય સરકારની પ્રગતિશીલતાની પ્રસંશા કરતા જણાવ્યુ હતું કે, કરજણ તાલુકામાં છેલ્લા ૦૫ વર્ષમાં, છેલ્લા ૨૦ વર્ષમાં થયેલા કામોના કુલ સરવાળા કરતાં પણ વધુ વિકાસ કામો શક્ય બન્યા છે. કરજણ-શિનોર તાલુકાઓના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ઝાકિયા જાફરીની અરજી પરનો ચુકાદો કોર્ટમાં ફરીવખત ટળ્યો : પાંચમીએ ચુકાદો જાહેર થવાની શક્યતા

aapnugujarat

ગાંધીનગર, સુરત, વડોદરામાં શહેરી વિકાસ માટે ૪૮૪ કરોડની ફાળવણી

aapnugujarat

પાર્કિંગ મામલે રાજપથ ક્લબનાં પ્રમુખ-ઉપપ્રમુખ સામે ગુનો દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1