Aapnu Gujarat
Uncategorized

ભાવનગર ખાતે લશ્કરી ભરતી મેળો યોજાશેઃ અમરેલી જિલ્‍લાના ઉમેદવારોએ તા.૧૩ ઓગષ્‍ટે ઉપસ્‍થિત રહેવું

ભારતીય સોલ્‍જર જનરલ ડ્યુટી, સોલ્‍જર ટેકનિકલ, સોલ્‍જર ક્લાર્ક તેમજ સોલ્જર ટેક્નિકલ (નર્સિંગ આસિસ્‍ટન્‍ટ), સોલ્‍જર ટ્રેડમેન, સોલ્‍જર ટ્રેડમેન હાઉસકીપરની જગ્યા માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. મહારાજા કૃષ્‍ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્‍ડ-ભાવનગર ખાતે યોજાનાર આ ભરતી મેળા માટે રજીસ્‍ટ્રેશન કરાવેલ ઉમેદવારોની ફિઝીકલ ટેસ્‍ટ તા.૩ થી તા.૧૩ ઓગષ્‍ટ-૨૦૧૭ દરમિયાન યોજાશે.

અમરેલી જિલ્‍લાના ઉમેદવારો માટે તા.૧૩ ઓગષ્‍ટ-૨૦૧૭ના રોજ સવારે ૨ વાગ્યે નિયત કરવામાં આવેલ છે. આથી સંબંધિત તમામને નિયત સમયે ઉપસ્‍થિત રહેવાનું રહેશે. વધુ વિગત-માહિતી માટે જિલ્‍લા રોજગાર કચેરી, બ્‍લોક સી-પ્રથમ માળ, બહુમાળી ભવન, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ-અમરેલીનો સંપર્ક સાધવા, જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

Related posts

એસ.શ્રીસંત ઉપર સ્પોટ ફિક્સિંગ માટે લાગેલો સાત વર્ષનો પ્રતિબંધ પૂર્ણ

editor

વેરાવળમાં ૨.૫ ઇંચ વરસાદ ખાબક્યો

editor

રાજકોટમાં સગા ભાઇઓએ બહેનને ઝેર પીવડાવી મારી નાખી, બારોબાર અગ્નિસંસ્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1