Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં સગા ભાઇઓએ બહેનને ઝેર પીવડાવી મારી નાખી, બારોબાર અગ્નિસંસ્કાર

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વતની અને રાજકોટમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતા ફાયનાન્સર બિસુભાઇ વાળાની પુત્રીને તેના સગા બે ભાઇઓએ ૨૦ દિવસ પહેલા જસદણની વાડીએ ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બનાવ અંગે પોલીસમાં કોઇ જાણ કર્યા વિના પરિવારજનોએ પુત્રીના અંતિમ સંસ્કાર કરી પુત્રોના કાળા કરતૂત ઉપર પડદો પાડી દીધો છે તેવી પોલીસને અરજી અરજી મળી હતી. જેને આધારે હત્યાના બનાવની પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી મૃતકના પરિવારજનોને પૂછતાછ માટે બોલાવ્યા હતા. જેમાં બન્ને ભાઇઓએ જ સગી બેનની હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે બન્નેની ધરપકડ કરી છે. તેમજ હત્યામાં સામેલ ત્રણ સાગરીતોની શોધખોળ શરૂ કરી છે. આ કેસમાં પિતા પોતે ફરિયાદી બન્યા છે.પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે બન્ને ભાઇઓ હાલ અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. જેમાં એક કહે છે કોઇ સાથે પ્રેમ હતો જેને લઇ આબરૂ ઉછળી હતી. તો બીજો કહે છે કે, વિદેશ જવાની વાતને લઇ ઝઘડો થયો હતો. જો કે, સૂત્રો દ્વારા જાણવા મળે છે કે, પૂનમના લગ્ન એક દિવસ જ ટક્યા હતા. બાદમાં છૂટાછેડા લઇ તે તેના પિતાના ઘરે જ ભાઇઓ સાથે રહેતી હતી. તેમજ અવારનવાર પ્રેમપ્રકરણની વાતો બહાર આવતી હતી. જેને લઇ ભાઇઓ કંટાળી ગયા હતા.મૂળ જસદણના ભંગડા ગામના વતની અને રાજકોટમાં રહેતા ફાયનાન્સર બિસુભાઇ વાળાની પુત્રી પુનમને તેના જ સગા બે ભાઇ બિરેન અને રાજવીર ઘરેથી અપહરણ કરી જસદણ નજીક આવેલી વાડીએ લઇ ગયા હતા. ત્યાં તેને બળજબરીપૂર્વક ઝેરી દવા પાઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ અંગેની અરજી પોલીસ કમિશનરને મળી હતી. બહેન સાથે માતાને પણ કારમાં લઇ ગયા હતા. હત્યા જેવા ગંભીર બનાવ કે મૃત્યુ અંગે શહેર, જિલ્લાની કોઇ પોલીસમાં નોંધ કરાવી નહોતી. હોસ્પિટલમાં પણ કોઇ નોંધ કરાવ્યા વિના મૃતદેહને વતન લઇ જઇ બારોબાર અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા. અરજીની ગંભીરતા ધ્યાને લઇને કમિશનર અનુપમસિંહ ગેહલોતે ક્રાઇમબ્રાંચને તપાસનો આદેશ કર્યો હતો.રાજવીર અને બિરેને પોતાના ત્રણ સાગરીત રઘુ નટુભાઇ ગીડા, ગૌતમ વજુભાઇ વાળા અને મહેશગીરી ઉર્ફે મામુની મદદ લીધી હતી. આ પાંચેયે પુનમનું અપહરણ કરી જસદણ નજીક આવેલી તેની વાડીએ લઇ ગયા હતા અને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેમાં બિરેન અને રાજવીરની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ઉપરોક્ત ત્રણ સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.

Related posts

આઈબીએ સરકારને રથયાત્રા ન યોજવા માટે આપ્યો પ્રાથમિક અહેવાલ

editor

ખનીજ ચોરી : તાલાલાના કોંગી સભ્ય બારડ સસ્પેન્ડ

aapnugujarat

બાબરામાં દુષ્કાળના ડાકલા : ૫૭ ગામના સરપંચોએ રેલી યોજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1