Aapnu Gujarat
Uncategorized

ધ્રાંગધ્રા અને હળવદ નજીક થયેલ જુથ અથડામણ બાબતે ખાસ તપાસ દળ(એસ.આઇ.ટી.)ની નિમણુંક રજૂઆત(પુરાવા) રૂબરૂ કે ટપાલ દ્વારા આપી શકાશે

તા. ૧૩મી જુલાઇના રોજ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને મોરબી જિલ્લાના હળવદ નજીક થયેલી દરબાર અને ભરવાડ જ્ઞાતિ વચ્ચે થયેલ જુથ અથડામણની તટસ્થ તપાસ અંગે રાજય સરકારના ઠરાવ અન્વયે ખાસ તપાસ દળ(એસ.આઇ.ટી.)ની રચના કરાઇ છે. જેમાં શ્રી મોહન ઝા, અધિક પોલીસ મહાનિર્દેશક(વહિવટ) ગુ.રા.ના અધ્યક્ષપણા હેઠળ શ્રી ડી.એન. પટેલ નાયબ પાલીસ નિરીક્ષકશ્રીરાજકોટ વિભાગ, શ્રી આર.વી.અસારી પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્ય, તથા ડો. એમ. કે. નાયક પોલીસ અધિક્ષકશ્રી મહિસાગર –લુણાવાડાની સભ્યો તરીકે નિમણુંક થયેલ છે.

ઉપરોકત સંબંધે ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. ફ ગુ. ર.નં ૭૧/૧૭, ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. ફ ગુ. ર.નં ૭૨/૧૭, હળવદ તા. પો. સ્ટે, ફ. ગુ.ર.નં- ૮૦/૧૭, હળવદ તા. પો. સ્ટે, ફ. ગુ.ર.નં- ૮૧/૧૭, તથા સુરેન્દ્રનગર શહેર બી. ડી.વી. પો. સ્ટે, ફ. ગુ.ર.નં- ૩૪/૧૭ મુબજ પાંચ ગુનાઓ નોંધાયેલા છે.

ઉપરોક્ત નોંધાયેલા ગુનાઓ વિશે જે કોઇ પણ નાગરીક જાહેરમાં કે ખાનગી રીતે ગુના સબબ આરોપીઓ સબંધે પુરાવા આપવા માંગતા હોય તો નિચેના સરનામે રૂબરૂ કે ટપાલ મારફત એક માસમાં મોકલી આપવા જણાવવામાં આવે છે. (૧) શ્રી ડી. એન. પટેલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ સભ્યશ્રી, જામટાવર પાસે , જામનગર રોડ,રાજકોટ ફેકસનં- ૦૨૮૧-૨૪૭૪૩૪૧, ઓફીસ નં-૦૨૮૧-૨૪૭૭૫૧૧, કંટ્રોલ રૂમનં- ૦૨૮૧-૨૪૭૪૩૪૧ તથા (૨) શ્રી આર.વી.અસારી, પોલીસ અધિક્ષકશ્રી, અમદાવાદ ગ્રામ્ય, સભ્યશ્રી, સરખેજ એસ.જી. હાઇવે રોડ અમદાવાદ, ફેકસ નં;- ૦૭૯-૨૬૮૯૧૨૨૨,ઓફીસ નં- ૦૭૯-૨૬૮૯૦૪૪૦, કંટ્રેલ રૂમ નં- ૦૭૯-૨૬૮૯૦૧૮૮,૨૬૮૯૧૧૬૮ પર  સંપર્ક કરી કોઇ પણ જાતના સંકોચ વગર લેખીત કે મૌખીક રજુઆત કરી શકશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા શ્રી ડી. એન. પટેલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ સભ્યશ્રી એસ.આઇ.ટી ની યાદીમાં જણાવાયું છે.

Related posts

કલોલ ૯, દિયોદર ૮, હળવદમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ : જનજીવન ખોરવાયું

aapnugujarat

વાપીમાં જૈન યુવતી લવ જેહાદનો શિકાર બની

editor

भ्रष्टाचार मामला : पाक के पूर्व राष्ट्रपति जरदारी को जमानत मिली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1